<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

અમદાવાદ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતો માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા : ચૂંટણીનો ગરમાવો તેજ : જુઓ સંપૂર્ણ યાદી

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ બાવળા, દસક્રોઈ, સાણંદ અને ધોળકા સહિતની બેઠકો માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી

અમદાવાદ:ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા કર્યા બાદ અમદાવાદ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ સ્થાનિક સ્તરે રાજકીય માહોલ ગરમાયો છે. જાહેર કરાયેલ યાદી મુજબ વિવિધ તાલુકા અને બેઠકોના ઉમેદવારોની વિગત નીચે મુજબ છે:

**બાવળા તાલુકા પંચાયત:**
બાવળા તાલુકાની વિવિધ ૧૮ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં બગોદરા બેઠક પર જયદીપભાઇ પ્રભાતભાઈ મકવાણા, ભાયલા માટે ભાવનાબેન અજીતસિંહ પરમાર, ચિયાડ બેઠક પર રેખાબેન કહલસંગ ચૌહાણ અને દહેગામડા બેઠક પર જશિબેન રામદેવભાઇ ડાભીના નામ નક્કી કરાયા છે. અન્ય બેઠકોમાં દેવડથલથી બલદેવભાઇ રામાભાઇ પઢાર, ઢેઢાળથી ચંદ્રિકાબેન કિરણભાઈ ચૌહાણ, કાવિઠાથી હિતેન્દ્રસિંહ હનુભાઇ રાઠોડ અને કેસરડીથી હસમુખભાઇ ભદાભાઇ રાઠોડનો સમાવેશ થાય છે. રજોડા બેઠક પર રવિનાબેન રામદેવસિંહ ગોહિલ અને શિયાળ બેઠક પર સજ્જબેન લાલજીભાઇ પઢાર ચૂંટણી લડશે.

**દસક્રોઇ તાલુકા પંચાયત:**
દસક્રોઇમાં ૨૮ બેઠકો પર નામ જાહેર થયા છે. અસલાલીથી જયશ્રીબેન નિકુંજભાઇ પટેલ, ભાતથી રિદ્રિ ધવાલકુમાર પટેલ અને ભુવાલડીથી વર્ષાબેન કેવલભાઇ ઠાકોરને ટિકિટ અપાઈ છે. જેતલપુરથી ધર્મેશકુમાર ચંન્દ્રકાંતભાઇ વસાવા, નાંદેજથી રાધાબેન યોગેશકુમાર વાઘેલા અને સિંગરવા-૧ થી નિશાબેન અમૃતભાઇ રબારી ચૂંટણી મેદાનમાં છે.

**દેત્રોજ અને સાણંદ તાલુકા પંચાયત:**
દેત્રોજ તાલુકામાં અબાસણા બેઠક પર વિષ્ણુભા દાનભા ઝાલા અને બામરોલીથી સોનલબા કરણસિંહ ઝાલાના નામ જાહેર કરાયા છે. સાણંદ તાલુકાની ૨૪ બેઠકો પૈકી ચાંગોદરથી શીતલબેન મહેશભાઇ સોલંકી, ચેખલા-૨ થી કિરણબા અરણસિંહ વાઘેલા અને વિરોચનનગરથી સમસુદ્દીનખાન અલેકખાન પઠાણને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

**ધંધુકા, ધોળકા અને વિરમગામ તાલુકા પંચાયત:**
ધંધુકામાં અડવાળ બેઠક પર રૂપાબેન કાનજીભાઈ ડણીયા અને આકરૂથી જયાબા અમરસંગ જાદવને મેદાનમાં ઉતારાયા છે. ધોળકા તાલુકામાં આંબારેલીથી શીતલબા કિરીટસિંહ વાઘેલા અને વટામણથી મમતાબેન મહેશભાઈ મકવાણા ઉમેદવારી કરશે. વિરમગામ તાલુકા પંચાયતમાં દસલાણાથી સતીષભાઇ સુરેશભાઇ ભરવાડ અને ઘોડા બેઠક પરથી રીટાબેન ભરતભાઇ મકવાણા ચૂંટણી લડશે.

**માંડલ અને ધોલેરા તાલુકા પંચાયત:**
માંડલ તાલુકાની બેઠકોમાં દાલોદથી અર્પિતાબેન વિશાલભાઇ પટેલ અને સીતાપુરથી રમીલાબેન પ્રવિણભાઇ પટેલના નામ જાહેર કરાયા છે. ધોલેરા તાલુકામાં ભડીયાદ બેઠક પર રેખાબા જટુભા ઝાલા અને પાંચી બેઠક પર શિલ્પાબા ઉપેન્દ્રસિંહ ચુડાસમા ચૂંટણી લડશે.

આ ઉપરાંત વિરમગામ નગરપાલિકાના વિવિધ વોર્ડ માટે પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદી જાહેર થતા જ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પ્રચાર કાર્ય તેજ બનશે તેમ મનાઈ રહ્યું છે.

વિગતવાર યાદી જોવા માટે આ સાથે આપેલ pdf ફાઇલ ડાઉનલોડ કરો...

(1:11 PM IST)