<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપે તમામ ૧૯ વોર્ડના ૭૬ ઉમેદવારોના નામો જાહેર કર્યા : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો આખરી નિર્ણય : જુઓ સંપૂર્ણ લિસ્ટ

ભાજપે વડોદરાના રણમેદાનમાં અનુભવી અને નવા ચહેરાઓનું સંતુલન જાળવી કુંદનબેન ટેલર, તેજલબેન વ્યાસ, રાજેશ માછી અને સ્મિત અરદેશણા સહિતના મહારથીઓને મેદાનમાં ઉતાર્યા

 ગાંધીનગર:  ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખનાદ કરી દેવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપના મુખ્ય મથક 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠકમાં વડોદરા મહાનગરપાલિકાના તમામ ૧૯ વોર્ડના કુલ ૭૬ ઉમેદવારોના નામો પર મહોર મારવામાં આવી છે. આ જાહેરાત પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડૉ. પ્રશાંત કોરાટ દ્વારા કરવામાં આવી છે.

 

જાહેર કરવામાં આવેલી યાદીમાં પક્ષ દ્વારા મહિલાઓ અને વિવિધ જ્ઞાતિ સમીકરણોને પૂરતું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વોર્ડ દીઠ જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે:

 

 વોર્ડ નંબર ૧ થી ૫ ના ઉમેદવારો:

 *  વોર્ડ-૧:  કુંદનબેન અમિતભાઈ ટેલર, શ્વેતાબેન ભાવિનકુમાર શાહ, રાગ લલિતકુમાર માછર અને કૃણાલ પ્રવિણભાઈ પટેલ.

 *  વોર્ડ-૨:  ધ્રુવીતાબેન મયંકકુમાર બ્રહ્મભટ્ટ, વર્ષાબેન જયેશકુમાર વ્યાસ, દામજીભાઈ હીરાભાઈ પ્રજાપતી અને ભાણજીભાઈ ઈશ્વરભાઈ પટેલ.

 *  વોર્ડ-૩:  ઉર્વશીબેન પિન્કલભાઈ પંચાલ, કલ્પનાબેન મુકેશભાઇ પટેલ, પંકજ અરવિંદભાઇ તડવી અને રણવીરસિંહ સબળસિંહ જાડેજા.

 *  વોર્ડ-૪:  શ્વેતાબેન ભરતભાઇ માછી, મધુબેન શૈલેષભાઈ જૈન, અજીત ચંપાલાલ દધીચ અને મયુરભાઈ રમેશભાઈ ચોવટીયા.

 *  વોર્ડ-૫:  તેજલબેન બીજલભાઈ વ્યાસ, દક્ષાબેન ઉમેશભાઈ પટેલ, કેશુભાઈ ગોકડભાઈ જેઠવા અને મનોજ ભીખાલાલ શાહ.

 

 વોર્ડ નંબર ૬ થી ૧૦ ના ઉમેદવારો:

 *  વોર્ડ-૬:  ધરતીબેન જીગરભાઈ સોની, અનિતાબેન વિશ્વદિપ વિરપુરા, રણજીતભાઈ નારાયણભાઈ રાજપુત અને પવનભાઈ પરષોત્તમભાઈ હેમનાની.

 *  વોર્ડ-૭:  મેઘા અંકીત રાણા, શ્વેતા કૃણાલ ચૌહાણ, આદિત્ય આનંતભાઈ પટેલ અને સચીન દુલીચંદ ખંડેવાલ.

 *  વોર્ડ-૮:  રીટાબેન પરાસર આચાર્ય, મીનાબા પરીમલસિંહ ચૌહાણ, અજયકુમાર પૂજાભાઇ ડાભી અને કેતનકુમાર રજનીકાંતભાઈ પટેલ.

 *  વોર્ડ-૯:  દક્ષિતા જીગ્નેશ રાય, સુરેખાબેન મહેશભાઈ પટેલ, પરેશકુમાર હર્ષદભાઈ બ્રહ્મભટ્ટ અને શ્રીરંગ રાજેશભાઈ આયરે.

 *  વોર્ડ-૧૦:  મમતાબેન ભદ્રેશભાઈ વ્યાસ, અવનીબેન ધવલભાઈ સ્ટેમ્પવાલા, બ્રિજેશભાઇ કનૈયાલાલ કાપડીયા અને નીતિનકુમાર જયંતિલાલ દોંગા.

 

 વોર્ડ નંબર ૧૧ થી ૧૫ ના ઉમેદવારો:

 *  વોર્ડ-૧૧:  નિમિષા નિલેશ શાહ, અર્ચના શૈલેષભાઇ પટેલ, ઉપેન્દ્રભાઈ દલસુખભાઇ પ્રજાપતિ અને નરવિરસિંહ વિરમદેવસિંહ ચુડાસમા.

 *  વોર્ડ-૧૨:  શકુંતલાબેન રાકેશભાઇ વસાવા, રીટા રવિપ્રકાશ સીંઘ, સમીર ચતુરભાઇ વાઘેલા અને સ્મિત છગનભાઈ અરદેશણા.

 *  વોર્ડ-૧૩:  ગીતાબેન ઉમેશભાઈ મકવાણા, નીધીબેન નિતીનકુમાર પટેલ, ગોપલભાઈ ભીખાભાઈ ગોહિલ અને શૈલેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ ઠાકોર.

 *  વોર્ડ-૧૪:  દિપીકાબેન ધર્મેન્દ્રભાઈ પટ્ટણી, અંકીતા અભિજીત સોની, વિશાલ સુરેશચંન્દ્ર કાયસ્થ અને સંતોષ કિશોરભાઈ ગરુડ.

 *  વોર્ડ-૧૫:  જ્યોતિબેન દિનેશચંન્દ્ર પંડયા, નયનાબેન દીપેશકુમાર શાહ, અજય લક્ષ્મણભાઈ રબારી અને ઋષભ નલીનકુમાર કામદાર.

 

 વોર્ડ નંબર ૧૬ થી ૧૯ ના ઉમેદવારો:

 *  વોર્ડ-૧૬:  સરસ્વતીબેન વિનાયકરાવ દેસાઈ, જાગૃતિબેન ધવલભાઇ પટેલ, વિજય કનૈયાલાલ ચૌહાણ અને રાજીવરંજન બીરેન્દ્ર કુમાર ત્રિપાઠી.

 *  વોર્ડ-૧૭:  મીનાબેન રણછોડભાઈ પરમાર, કોકીલાબેન ભાઉસાહેબ પવાર, ભુપેન્દ્રભાઈ નારાયણભાઈ માછી (રાજેશ માછી) અને હિરેનભાઈ જીતેન્દ્રભાઈ સુખડીયા.

 *  વોર્ડ-૧૮:  દીપાબેન જયેશભાઈ પંચાલ, માધવી મનીષ ગાયકવાડ, ચેતન રતિલાલ પરમાર અને કેતન બાબુભાઈ પટેલ.

 *  વોર્ડ-૧૯:  નિમિષાબેન મહેશકુમાર પંચાલ, પુનિતા ગોપાલકુમાર વ્યાસ, પ્રણવ રાય અને વિરેનકુમાર બીપીનચંન્દ્ર પટેલ.

 

નોંધનીય છે કે ભાજપે આ વખતે વડોદરાના તમામ ઝોન અને વિસ્તારોને આવરી લેતા ઉમેદવારોની પસંદગી કરી છે. મોડી રાત સુધી ચાલેલા મંથન બાદ આ નામો જાહેર થતા હવે વડોદરામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. તમામ ૧૯ વોર્ડમાં ચાર-ચાર ઉમેદવારોની પેનલ જાહેર કરીને ભાજપે પોતાની જીત માટે કમર કસી છે.

(5:37 PM IST)