<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોની અન્ય યાદી જાહેર નહીં કરે: સીધા મેન્ડેડ પહોચાડાશે

કોંગ્રેસે ઉમેદવારોને સૂચના આપી છે કે તેઓ મેન્ડેટ મળતા જ સીધા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરે

અમદાવાદ : ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હવે ઉમેદવારોની અન્ય કોઈ યાદી જાહેર નહીં કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. પાર્ટીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સીધા જ મેન્ડેટ મોકલી આપ્યા છે, જેથી ઉમેદવારોને સમયસર ચૂંટણી પ્રક્રિયામાં જોડાઈ શકાય. આ મેન્ડેટ પ્રભારીઓ અને નિરીક્ષકો મારફતે સંબંધિત ઉમેદવારો સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસે ઉમેદવારોને સૂચના આપી છે કે તેઓ મેન્ડેટ મળતા જ સીધા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરે. આ પગલાથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને વધુ ઝડપી અને સુગમ બનાવવા પાર્ટી પ્રયાસ કરી રહી છે

 

(6:32 PM IST)