<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત પહેલા અસંતોષ ખાળવાની ભાજપે ' પાણી પહેલા પાળ બાંધી'હોવાનો સંકેત

પોસ્ટરો દ્વારા વ્યક્તિગત ઉમેદવારને બદલે કમળના ચિહ્નને જ ઉમેદવાર ગણવાનો સંદેશ આપવામાં આવ્યો

અમદાવાદ : મહાનગર પાલિકાના ઉમેદવારોની જાહેરાત પહેલા અસંતોષને રોકવા માટે ભાજપે નવી રણનીતિ અપનાવી હોવાના સંકેતો સામે આવ્યા છે. ઉમેદવારોની જાહેરાત બાદ આંતરિક માથાકૂટ ન થાય તે માટે ‘પાણી પહેલા બાંધી પાળ’ જેવી વ્યૂહરચના અપનાવવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ દરમિયાન અમદાવાદ, સુરત અને રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખના નામે કેટલાક પોસ્ટર વાયરલ થયા છે, જેમાં “આપણો ઉમેદવાર માત્રને માત્ર કમળ” જેવા સૂત્રો જોવા મળ્યા છે. ઉમેદવારોની સત્તાવાર જાહેરાત પહેલા શહેર પ્રમુખ પ્રેરક શાહ દ્વારા આડકતરી રીતે આપવામાં આવેલા આ સંદેશને પાર્ટીની અંદર એકતા જાળવવાનો પ્રયાસ ગણવામાં આવી રહ્યો છે. આ પોસ્ટરો દ્વારા વ્યક્તિગત ઉમેદવારને બદલે કમળના ચિહ્નને જ ઉમેદવાર ગણવાનો સંદેશ આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે, જેથી પાર્ટીમાં આંતરિક અસંતોષને અટકાવી શકાય.

 

(8:17 PM IST)