<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે 13 વોર્ડના કુલ 52 ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત : પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે અંતિમ યાદી જાહેર

નવસારી મહાનગરપાલિકાના જંગ માટે ભાજપે કમર કસી : તમામ વોર્ડમાં જ્ઞાતિગત સમીકરણો અને સ્ત્રી-પુરુષ સમાનતાને ધ્યાને રાખી 52 મૂરતિયાઓ મેદાનમાં ઉતારાયા, પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટ દ્વારા યાદીને આખરી ઓપ અપાયો

ગાંધીનગર:આગામી નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ગાંધીનગર સ્થિત 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થયેલી વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે નવસારી મહાનગરપાલિકાના 13 વોર્ડ માટેના ઉમેદવારોના નામો પર મહોર મારવામાં આવી છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડૉ. પ્રશાંત કોરાટ દ્વારા આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

 

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં તમામ 13 વોર્ડમાં કુલ 52 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જાહેર કરાયેલા નામોની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

 

વોર્ડ નંબર 1 થી 5 ના ઉમેદવારો:

  વોર્ડ નં. 1: જશુબેન સુમનભાઈ રાઠોડ, કેયુરીબેન જયદીપભાઈ દેસાઈ, દિપકકુમાર બુધિયાભાઈ પટેલ અને આશિષભાઇ અશોકભાઈ રાખોલીયા.

  વોર્ડ નં. 2: જયાબેન નવીનભાઈ રાઠોડ, કૃતિકાબેન રાવસાહેબભાઇ પાટીલ, રમેશભાઈ મુળજીભાઇ વાળા અને અશોકભાઇ લવજીભાઇ ધોરાજીયા.

  વોર્ડ નં. 3: રેખાબેન રાકેશભાઇ સાંડીશ, હર્ષિદાબેન હર્ષદભાઈ ભાવસાર, મેવાભાઈ જેહાભાઈ ચૌધરી અને દિવ્યકાંતભાઈ બાઘાભાઈ પનારા.

  વોર્ડ નં. 4: કલ્પનાબેન નરેશભાઈ કહાર, નિતાબેન સંજયભાઈ પટેલ, નિમેષભાઈ બચુભાઈ ગામીત અને આસિફભાઈ ગુલામભાઈ બરોડાવાલા.

  વોર્ડ નં. 5: સંગીતાબેન હાશમુખભાઈ રાઠોડ, મીનાક્ષીબેન તુષારભાઈ નાયક, પરિમલકુમાર ખંડુંભાઈ ટંડેલ અને મુકેશભાઈ સુરેશચંદ્ર અગ્રવાલ.

 

વોર્ડ નંબર 6 થી 10 ના ઉમેદવારો:

  વોર્ડ નં. 6: રિતાબેન પરેશભાઈ પટેલ, ઉર્વી મનનભાઈ શાહ, વિરેન્દ્ર શંકરભાઈ પટેલ અને બીપીનભાઈ બુધયાભાઈ ધીમ્મર.

  વોર્ડ નં. 7: મિલી જીગ્નેશભાઈ દેસાઈ, રોશનીબેન સંજયભાઈ મિસ્ત્રિ, રાકેશભાઈ ગોપાલભાઇ પટેલ અને રૂપેશકુમાર જયંતિલાલ શાહ.

  વોર્ડ નં. 8: જ્યોત્સનાબેન ઝવેરભાઈ પ્રજાપતિ, નીતુબેન રવિકુમાર શાહ, ઉર્વેશ વાલજીભાઇ દેસાઈ અને નરેશકુમાર ખેંગારજી પુરોહીત.

  વોર્ડ નં. 9: ભારતીબેન ધર્મેશકુમાર પટેલ, જુલીબેન શૈલેષભાઈ લાખાણી, જયેશભાઈ બચુભાઈ રાઠોડ અને ધર્મેશભાઈ ભીખાભાઈ પટેલ.

  વોર્ડ નં. 10: કિરણબેન વિજયકુમાર બલ્લા, રેખાબેન મોહનભાઈ ગિરાસે, સુનિલકુમાર મારૂતિભાઈ લાંજેવાર અને સુનિલ રઘુનાથ પાટીલ.

 

વોર્ડ નંબર 11 થી 13 ના ઉમેદવારો:

  વોર્ડ નં. 11: આરતીબેન ભરતભાઈ ભરવાડ, હિરલબેન સુરેશચંદ્ર રાજપૂત, પરેશભાઈ દિનેશભાઈ ભારતીય અને દિલીપસિંહ ભદોરીયા.

  વોર્ડ નં. 12: પ્રિયંકાબેન મુકેશભાઈ પટેલ, જોમાબેન રાજુભાઈ ભરવાડ, રાકેશભાઈ રમણલાલ પટેલ અને રોશન દિલીપકુમાર વાલવાણી.

  વોર્ડ નં. 13: મધુબેન અમૃતભાઈ પટેલ, માધ્વી કૃણાલભાઈ શેઠ, વિજયભાઈ મંગુભાઈ રાઠોડ અને ભાવિનકુમાર સુમંતરાઈ નાયક.

 

આ યાદીમાં પક્ષ દ્વારા મહિલા ઉમેદવારો અને પછાત વર્ગના પ્રતિનિધિત્વનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. નવસારીના રાજકીય ફલક પર આ જાહેરાત બાદ ગરમાવો આવી ગયો છે અને હવે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સાથે જ ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી પ્રચારના શ્રીગણેશ પણ કરી દેવામાં આવ્યા છે.

(9:52 PM IST)