News of Friday, 10th April 2026
સુરત જિલ્લામાં ભાજપે ચૂંટણીનો શંખનાદ કર્યો : જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર : જુઓ સંપૂર્ણ લિસ્ટ
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ સુરત જિલ્લાની તમામ મહત્વની બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી ચૂંટણીનો માહોલ ગરમાવ્યો

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સુરત જિલ્લાની કમાન સંભાળી લેવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થયેલી વિસ્તૃત ચર્ચા અને પરામર્શ બાદ સુરત જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે ભાજપના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં અનુભવી અને નવા ચહેરાઓનો સમન્વય કરવામાં આવ્યો હોય તેમ જણાય છે.
સુરત જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોના ઉમેદવારો:
સુરત જિલ્લા પંચાયતની તમામ ૩૬ બેઠકો માટે ભાજપે નીચે મુજબના મુરતિયાઓ મેદાનમાં ઉતાર્યા છે:
૧. અનાવલ: શ્રીમતી રમીલાબેન ખંડુભાઇ પટેલ
૨. અરેઠ: શ્રીમતી દર્શનાબેન ધવલભાઇ ગામીત
૩. બાબેન: શ્રીમતી નિલાબેન પરભુભાઇ પટેલ
૪. દેવગઢ: શ્રીમતી ગીતાબેન વિજયભાઇ પટેલ
૫. ધાણાવડ: સુધિરકુમાર કાળુભાઇ નકુમ
૬. ઘંટોલી: નિરવ સુરેશભાઇ લાડ
૭. ગોદાવાડી: શ્રીમતી નિમિષાબેન રાકેશભાઇ રાઠોડ
૮. હજીરા: શ્રીમતી નર્મદાબેન છોટુભાઇ પગેલ
૯. ઝંખવાવ: ઉમેદભાઇ ઉબડાભાઇ ચૌધરી
૧૦. કડોદ: શ્રીમતી જયોતિબેન બિપીનચંદ્ર ચૌધરી
૧૧. કામરેજ: મહેશભાઇ કાંતિભાઈ સોલંકી
૧૨. કરચેલીયા: શ્રીમતી હિનાબેન શૈલેષભાઇ પટેલ
૧૩. કારેલી: અરવિંદભાઇ શુક્કરભાઇ રાઠોડ
૧૪. ખોલવડ: સમીરભાઇ રાજેન્દ્રભાઇ મોદી
૧૫. કીમ: શ્રીમતી અનુબેન જયેશકુમાર દેસાઇ
૧૬. કોસંબા: શ્રીમતી અનિતાબેન છનાભાઇ વસાવા
૧૭. લાજપોર: હાર્દિક વિજયભાઇ પટેલ
૧૮. મહુવા: હેમંતકુમાર નાનુભાઇ પટેલ
૧૯. માંગરોળ: નવીનભાઇ ગોમાનભાઇ વસાવા
૨૦. મોર: શ્રીમતી ભાવનાબેન રાકેશભાઇ પટેલ
૨૧. મોરા: શ્રીમતી ધર્મિષ્ઠાબેન ભરતભાઇ પટેલ
૨૨. નાની નરોલી: શ્રીમતી અંકિતાબેન હરીન્દ્રભાઇ ગામીત
૨૩. નવાગામ: શ્રીમતી ભુમિકાબેન મૌલિકભાઇ પટેલ
૨૪. ઓલપાડ: કિરણકુમાર જયંતિભાઇ પટેલ
૨૫. પલસાણા: તેજસકુમાર પંકજભાઇ દેસાઇ
૨૬. પીંજરત: હેમંતભાઇ ઇશ્વરભાઇ પટેલ
૨૭. પીપોદરા: શ્રીમતી નસીમાંખાતુન સબ્બીરખાન પઠાણ
૨૮. સાયણ: બ્રિજેશ ભગવતીભાઇ પટેલ
૨૯. સુરાલી: શ્રીમતી અરૂણાબેન પ્રફુલભાઇ ચૌધરી
૩૦. તડકેશ્વર: આદિત્ય ઇશ્વરભાઇ વસાવા
૩૧. ઉભેળ: બિરેનકુમાર અમૃતભાઇ રાઠોડ
૩૨. વાડી: શ્રીમતી સુનિતાબેન ગુલાબસિંહ વસાવા
૩૩. વલવાડા: હર્ષદભાઇ અમરસિંહ પટેલ
૩૪. વાંકાનેર: ધર્મેશભાઇ રમણભાઇ રાઠોડ
૩૫. વરાડ: નૈષધકુમાર પંકજભાઇ રાઠોડ
૩૬. વરેલી: શ્રીમતી રેખાબેન રમેશભાઇ રાઠોડ
તાલુકા પંચાયતોની યાદી: ચોર્યાસી અને કામરેજમાં રસાકસી
તાલુકા પંચાયતોમાં પણ ભાજપે મજબૂત ઉમેદવારોની પસંદગી કરી છે.
ચોર્યાસી તાલુકા પંચાયત: ભટલાઇ બેઠક પરથી શ્રીમતી રીનાબે ધનસુખ પટેલ, બોણંદથી પ્રિતેશભાઇ અમૃતલાલ વાંઝવાલા, દામકાથી જયેશભાઇ નગીનભાઈ પટેલ, હજીરા-૧ થી અજયભાઇ ડાહ્યાભાઇ પટેલ, હજીરા-૨ થી શ્રીમતી ભુમિકાબેન દેતલભાઇ પટેલ અને હજીરા-૩ થી રિયા ગૌરાંગભાઇ ખલાસીને ટિકિટ મળી છે. આ ઉપરાંત કપ્લેથાથી શ્રીમતી ઇલાબેન શૈલેષભાઇ રાઠોડ, કવાસથી વિવેકભાઇ હસમુખભાઇ પટેલ, લાજપોર-૧ થી દિપકભાઇ નગીનભાઇ નાયકા, લાજપોર-૨ થી અશોકભાઇ ફકીરભાઇ પટેલ, મ્હોણીથી શ્રીમતી યશ્વીબેન ચિરાગભાઇ પટેલ, મોરા-૧ થી ચેતનકુમાર મનહરભાઇ પટેલ, મોરા-૨ થી અશ્વિનભાઇ મનુભાઇ પટેલ, સણીયા કણદેથી અવનીકા અમર દેસાઇ, સુંવાલીથી શ્રીમતી હિનાબેન હેમાંશુભાઇ પટેલ અને વાંઝથી શ્રીમતી જયશ્રીબેન પ્રવિણભાઇ રાઠોડ ચૂંટણી લડશે.
કામરેજ તાલુકા પંચાયત: આંબોલી બેઠક પર નિલેશભાઇ રાજુભાઇ રાઠોડ, દિગસ પર શ્રીમતી કવિતાબેન સમીરભાઇ દેસાઇ, ડુંગરા પર શ્રીમતી સીમાબેન જયેશભાઇ પટેલ અને ઘલા બેઠક પર શ્રીમતી અમિતાબેન રીન્કુકુમાર પટેલની પસંદગી થઈ છે. અન્ય ઉમેદવારોમાં હરેશભાઇ જીવણભાઇ પ્રજાપતિ (હલધરૂ), શ્રીમતી જીનલબેન જેનીશભાઇ પટેલ (જોખા), શ્રીમતી સુમનબેન દલપતભાઇ રાઠોડ (કામરેજ-૧), નાનુભાઈ ગોવિદભાઇ રાઠોડ (કામરેજ-૨), શ્રીમતી ગીતાબેન ભરતભાઇ રાઠોડ (ખોલવડ-૧), શ્રીમતી અરૂણાબેન અંબુભાઇ વસાવા (ખોલવડ-૨), શ્રીમતી રાગીણીબેન વિપુલકુમાર દેસાઇ (કોસમાડા), કૌશલકુમાર પરભુભાઇ પટેલ (નવાગામ-૧), શ્રીમતી કલાબેન ધર્મેન્દ્રભાઇ રાઠોડ (નવાગામ-૨), શ્રીમતી સોનમબેન ભાવેશભાઇ પટેલ (નવીપારડી), વિશાલકુમાર દિલીપસિંહ દેસાઇ (સેવણી), જીતેન્દ્રભાઇ અર્જુનભાઇ રાઠોડ (શામપુરા), કિશોરભાઇ બેચરભાઇ દૂધાત (શેખપુર), જશકુમાર અશોકભાઇ પટેલ (ઉભેળ), કિશોરભાઇ રતીલાલ માહ્યાવંશી (વાવ) અને હિરેનકુમાર સોમાભાઇ પટેલ (વિહાણ)નો સમાવેશ થાય છે.
પલસાણા, ઉમરપાડા અને માંડવી તાલુકાના ઉમેદવારો:
પલસાણા: સુરેશભાઇ રામુભાઇ નાયકા (અંભેટી), શ્રીમતી મિતાલીબેન યોગેશભાઇ પટેલ (અંત્રોલી), અશ્વિનીકુમારી નિકુંજકુમાર વાંસિયા (બગુમરા), શ્રીમતી અફ્રોજીબાનુ સુફીયાખાન પઠાણ (બલેશ્વર-૧), ધર્મેશભાઇ બચુભાઇ રાઠોડ (બલેશ્વર-૨), બીપીનભાઇ રમણભાઇ પરમાર (એના), જીતેન્દ્રભાઇ હરીભાઇ મિસ્ત્રી (કરાળા), હેમંતભાઇ ઉર્ફે સુનિલભાઇ ભીખુભાઇ પટેલ (કારેલી), ગીરીશભાઇ ઇશ્વરભાઇ પટેલ (લીંગડ), શ્રીમતી ફાલ્ગુનીબે દિનેશભાઇ રાઠોડ (મલેકપોર), શ્રીમતી ગાયત્રીબેન નીલેશભાઈ રાઠોડ (પલસાણા-૧), બીનલકુમારી હિરેનકુમાર આહીર (પલસાણા-૨), શ્રીમતી પુષ્પાબેન બાલુભાઇ હળપતિ (તાંતીથૈયા), મુકેશભાઇ દિનેશભાઇ રાઠોડ (વણેસા), નેહા સંજયભાઇ હળપતિ (વરેલી-૧) અને ડો. મુકેશસિંહ હમીરસિંહ રણા (વરેલી-૨).
ઉમરપાડા: અહીંથી મેનાબેન મોતીભાઇ વસાવા, શીતલભાઇ દીવાનસિંહ વસાવા, સીતાબેન ગુલાબભાઇ વસાવા, ધરમશીભાઇ કાચકીયાભાઇ વસાવા, સુરેશભાઈ ગોવિદભાઇ સોલંકી, કાતિલાલ મનુભાઇ વસાવા, ક્રિષ્નાબેન મુનેશભાઇ વસાવા, કરમસિંહભાઈ ગોવિંદભાઇ વસાવા, મંજુલાબેન ભરતભાઇ વસાવા, ઇશ્વરભાઇ દેવજીભાઇ વસાવા, ઇનાબેન માનસિંગભાઇ વસાવા, મનીષાબેન વિપુલભાઇ વસાવા, મંજુલાબેન રમેશભાઇ વસાવા, પ્રકાશભાઇ અમરસીંગભાઇ વસાવા, અમરસિંગભાઇ ભાંગાભાઇ વસાવા અને સપનાબેન ભુપેન્દ્રસિંહ વસાવાને મેદાનમાં ઉતારાયા છે.
માંડવી: રમીલાબેન શંકરભાઇ ચૌધરી, શારદાબેન કમલેશભાઇ વસાવા, વિજયભાઇ સેવાજીભાઇ ચૌધરી, મયુરભાઇ રામસિંગભાઇ ચૌધરી, બીનલબેન નિલયભાઇ પટેલ, બિંદુબેન વિઠ્ઠલભાઇ ચૌધરી, ડો. સ્નેહા છનાભાઇ વસાવા, ભાવિકાબેન અશોકભાઇ રાઠોડ, જતીનકુમાર બાબુભાઇ ચૌધરી, સીતાબેન બાલુભાઇ ચૌધરી, સુમિત્રાબેન રાયસિંહભાઇ વસાવા, નયનાબેન કમલેશભાઇ ચૌધરી, દિનેશભાઇ ફતેસિંહ ચૌધરી, વિજયભાઇ કલ્યાણજીભાઇ મહયાવાંશી, રાજેશભાઇ રુવાજીભાઇ ગામીત, કમલશેભાઇ જશવંતભાઇ ચૌધરી, રીતેશભાઇ પ્રમેમાભાઇ ચૌધરી અને કમલેશભાઇ મુકેશભાઇ ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી છે.
બારડોલી, મહુવા, માંગરોળ અને ઓલપાડમાં નવા સમીકરણો:
બારડોલી: દીપીકાબેન હેતલકુમાર ઢોડીયા, ધનુબેન નટુભાઇ આહિર, નિલકંઠ કાન્તુભાઇ રાઠોડ, રીટાબેન અતુલભાઇ પટેલ, સુરેશભાઇ શ્રીરામભાઇ ગોસ્વામી, સોનાબેન રાજેશભાઇ ચૌધરી, ધ્વનીકુમાર રાજેન્દ્રભાઇ ભાવસાર, જાગૃતિકુમારી વિશાલભાઇ હરળપતિ, દિપીકાબેન મુકેશભાઇ હળપતિ, મનોજભાઇ સોમાભાઇ ચૌધરી, વૈશાલીબેન વિજયભાઈ ચૌધરી, હિતેશભાઇ સરાધભાઇ રાઠોડ, અંજના નિમેશ રાઠોડ, રાહુલકુમાર મોહનભાઇ હળપતિ, સુશીલાબેન જયંતિભાઇ ચૌધરી, ધર્મેશભાઇ મધુભાઇ ચૌધરી, રૂપાબેન હરસીંગભાઇ ચૌધરી, હંસાબેન વિનોદભાઇ રાઠોડ, અનિલભાઇ દયાળભાઇ પટેલ, હેમંતસિંહ નટવરસિંહ બારડ, કૌશિકભાઇ માધુભાઇ હળપતિ અને મયુરભાઇ ગુણવંતભાઇ રાઠોડને ટિકિટ ફાળવવામાં આવી છે.
મહુવા: દક્ષાબેન ભરતભાઇ પટેલ, સોનલબેન તેજસભાઇ પટેલ, ભાવિનકુમાર દિનેશભાઇ ચૌધરી, દેવેન્દ્રભાઇ ઇશ્વરભાઇ પટેલ, સતિષભાઇ રાજુભાઇ હળપતિ, હસમુખભાઇ સોમાભાઇ પટેલ, નિલેશકુમાર બાબુભાઇ પટેલ, કલ્પાબેન પ્રકાશભાઇ પટેલ, ક્રિષ્ણાબેન મોહનીસકુમાર ચૌહાણ, રાકેશભાઇ છીમાભાઇ પટેલ, રક્ષાબેન કમલેશભાઇ ચૌધરી, કૌશિકાબેન ઠાકોરભાઇ ચૌધરી, વિનોદભાઇ મનુભાઇ નાયકા, જયશ્રીબેન નરેશભાઇ પટેલ, દિનેશભાઇ મોહનભાઇ પાનવાલા અને વર્ષાબેન મહેશભાઇ પટેલ ઉમેદવારી નોંધાવશે.
માંગરોળ: સંગીતાબેન અશ્વિનભાઇ ગામીત, કનુબેન ખુમાનસિંગભાઇ વસાવા, દિપ્તીબેન કલ્પેશભાઇ ગામીત, ઇલાબેન મુનેશભાઇ ચૌધરી, રાકેશભાઇ ભરતભાઇ વસાવા, દિપીકાબેન પ્રકાશભાઇ વસાવા, રેખાબેન ભીખાભાઇ પ્રજાપતિ, ભાવનાબેન માનસિંગભાઇ વસાવા, જગદિશભાઇ ચુનીયાભાઇ વસાવા, ઝરીના મયુદીન શાહ, ભારતીબેન સુરેશચંદ્ર મોદી, ભાવિકાબેન સિધ્ધરાજસિંહ કુવાડીયા, હરેશભાઇ રમણભાઇ વસાવા, રાજુભાઇ નાગરભાઇ પટેલ, ગજેન્દ્રભાઇ લાલજીભાઇ ફણસીયા, સીતાબેન મહેશભાઇ ચૌધરી, દિલીપભાઇ શંકરભાઇ વસાવા, શિતલબેન સુભાષભાઇ વસાવા, ઉર્વશીબેન મહિપાલસિંહ સોલંકી, અબુબકર ઇસ્માઇલ તર્કી, સંજયકુમાર પારસનાથ દુબે, મિહિરભાઇ હિતેન્દ્રભાઇ પટેલ, અમીતાબેન ભુપેન્દ્રભાઇ ચૌધરી અને ઉજાસભાઇ ઠાકોરભાઇ ચૌધરીના નામો જાહેર કરાયા છે.
ઓલપાડ: રક્ષ્મીબેન પરેશભાઇ રાઠોડ, મોનાબેન નિમેષભાઇ રાઠોડ, શશીકલા કિશોરભાઇ પટેલ, પારુલબેન અલ્પેશભાઇ પટેલ, ચંદ્રીકાબેન હિતેશભાઇ પટેલ, રાહુલભાઇ પ્રવિણભાઇ પટેલ, દિવ્યેશભાઇ રામુભાઇ પટેલ, રાહુલભાઇ વિઘણભાઇ બોકરવા, અનમતભાઇ સુરેશભાઇ પટેલ, જાગૃતિબેન રૂત્વીકભાઇ રાઠોડ, ભાવેશકુમાર પરભુભાઇ નાતારી, કિરીટભાઇ જમનલાલ પટેલ, નિરીક્ષાકુમારી અતુરભાઇ રાઠોડ, રોહિતકુમાર અમરતભાઇ પટેલ, પિયુષભાઇ બળવંતભાઇ પટેલ, ધમેશભાઇ ઇશ્વરભાઇ પટેલ, અમૃતભાઇ ચંપકભાઇ રાઠોડ, હિનાબેન સુભાષભાઇ પટેલ, પ્રિતિબેન હેમુભાઇ પાઠક, વિજયભાઇ છગનભાઇ ગામીત, ભુમીબેન હરદિપસિંહ મહીડા, ભારતીબેન વિનીતભાઇ કાપડિયા, મેઘનાબેન કેવલભાઇ પટેલ અને ઉષાબેન યોગેન્દ્ર રાણાની પસંદગી કરવામાં આવી છે.
અંબિકા અને અરેઠ તાલુકા પંચાયત:
અંબિકા: માધવીબેન ધનસુખભાઇ જાદવ, પ્રદેશભાઇ જગુભાઇ પટેલ, રેખાબેન સોભાભાઇ પટેલ, રાજુભાઇ રમણભાઇ પટેલ, અપ્રનિલકુમાર હરપ્રકશનભાઇ મૈસૂરીયા, બ્રિજેશકુમાર પરષોત્તમભાઇ ગામીત, શૈલેષભાઇ રમેશભાઇ પટેલ, જયોતિબેન હેમાંતભાઇ બારોટ, સરસ્વતીબેન જગદીશભાઇ ચૌધરી, પ્રકાશભાઇ બાબુભાઇ પટેલ, મોનિકા સંદીપભાઇ પટેલ, શિલ્પાબેન રાકેશભાઇ પટેલ, તારાબેન રાજેશભાઇ પટેલ, ધર્મેશભાઇ સતીષભાઇ પટેલ, શોભનાબેન જતીનભાઇ પટેલ અને મહેશભાઇ ઉક્કડભાઇ પટેલના નામ જાહેર થયા છે.
અરેઠ: રાકેશભાઇ બારુભાઇ ચૌધરી, અનિતાબેન નરેન્દ્રભાઇ લાડ, સુનિલભાઇ સુરેશભાઇ વસાવા, મહેશભાઇ વનજીભાઇ ચૌધરી, પુષ્પાબેન વિલાભાઇ ચૌધરી, અરૂણાબેન રવીયાભાઇ ગામીત, રક્ષાબેન હિતેશભાઇ ચૌધરી, મુકેશભાઇ દશાભાઇ ચૌધરી, સંજનાબેન મનસુખભાઇ ચૌધરી, સંજયભાઇ રમણભાઇ પટેલ, ગંગાબેન નિલેશભાઇ માહ્યાવંશી, જાગૃતીબેન ઉમેશભાઇ પટેલ, નવીનચંદ્ર રણછોડભાઇ પટેલ, મનીષાબેન મુકેશભાઇ ગામીત, બળવંતભાઇ ગંભીરભાઇ વસાવા અને ધીરૂભાઇ પ્રવિણભાઇ ચૌધરીને ટિકિટ અપાઈ છે.
તરસાડી નગરપાલિકાના ઉમેદવારો:
તરસાડી નગરપાલિકાના કુલ ૫ વોર્ડ માટેના ઉમેદવારોની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે:
વોર્ડ ૧: રતાબેન અરૂણભાઇ પટેલ, નિમતલબેન દિનેશભાઇ ત્રિવેદી, રમેશભાઇ ગોમાંનભાઇ પટેલ અને યશપાલ બળવંતસિંહ ચૌહાણ.
વોર્ડ ૨: રોશનીબેન બાબુભાઇ વસાવા, રનિમિમબેન પ્રકાશચંદ્ર રાવલ, અરવિંદભાઇ નાથુભાઇ કટારીયા અને ગૌરાંગકુમાર દિનેશભાઇ ટાંક.
વોર્ડ ૩: ઝરીનાબેન યાકુબ મુલતાની, તૈમબબેન ગુલાબ પઠાણ, શૈલેષભાઇ છનાભાઇ વસાવા અને અબ્દુલ ખાલિક બશીરભાઇ શેખ.
વોર્ડ ૪: શ્રીમતી દક્ષાબેન વિજયભાઇ ઇરાવ્યા, વર્ષાબેન નિલમસિંહ બોરસીયા, જૈનીલ અર્જુનભાઇ વસાવા અને દીક્ષિતકુમાર પરષોત્તમભાઇ પટેલ.
વોર્ડ ૫: ટીનુબેન મહેશભાઇ વસાવા, હેતલબેન કમલેશભાઇ રાઠોડ, હિતેશભાઇ ગણપતભાઇ પરમાર અને સુનિલભાઇ ભાણજીભાઇ રાંધવાણી.
આ યાદી જાહેર થતાની સાથે જ જિલ્લાભરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા આ યાદી વિધિવત રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપના આ ઉમેદવારો જનતાના વિશ્વાસ પર કેટલા ખરા ઉતરે છે.
સંપૂર્ણ લિસ્ટ વિગતવાર જોવા માટે આ સાથે આપેલ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો...
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
