તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Friday, 10th April 2026
ભાવનગર ટીકીટ ના મળવાને નારાજગી પૂર્વ મેયર ભરત બારડને ગાંધીનગરથી આવ્યું તેડુ
ગાંધીનગર બેઠક થયા બાદ ભરત બારડ એ પોતાનો વિડીયો કર્યો વાયરલ:ભાજપ ને જીતાડવા તમામ કાર્યકરો એ એક સાથે મળી પ્રયાસ કરવાનું જણાવ્યું

ટીકીટ ના મળવા ને લઈ નારાજ થયેલા પૂર્વ મેયર ભરત બારડ ને ગાંધીનગર થી તેડું આવ્યું હતું ગાંધીનગર ખાતે પૂર્વ મેયર ભરત બારડ એ સી.એમ,ડેપ્યુટી સી એમ અને પ્રદેશ અધ્યક્ષ તેમજ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સાથ બેઠક કરી હતી , ગાંધીનગર બેઠક થયા બાદ ભરત બારડ એ પોતાનો વિડીયો વાયરલ કર્યો હતો જેમાં ભાજપ ને જીતાડવા તમામ કાર્યકરો એ એક સાથે મળી પ્રયાસ કરવાનું જણાવ્યું હતું , સમગ્ર વિવાદ નો અંત આવ્યો તેવું પણ પૂર્વ મેયર ભરત બારડ એ વિડીયો ના માધ્યમ થી જણાવ્યું હતું , પૂર્વ મેયર ભરત બારડ અને તેમના દીકરા ગાંધીનગર ખાતે મુલાકાત માટે ગયા હતા, ટીકીટ ના મળવાના કારણે પૂર્વ મેયર નારાજ થયા હતા
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
