<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

દહેગામના ગલુદણ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત

ડભોડા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગરના દહેગામ-નરોડા રોડ પર આવેલા ગલુદણ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા જ 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી, પરંતુ ગંભીર ઈજાઓના કારણે બાઈક સવારનો જીવ બચાવી શકાયો ન હતો. આ ઘટનાને પગલે ડભોડા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:08 AM IST)