News of Saturday, 11th April 2026
ભરૂચ ભાજપમાં મોટું ગાબડું: પૂર્વ પાલિકા પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટ સંગઠન પર આક્ષેપો સાથે કોંગ્રેસમાં જોડાયા
ભાજપ સંગઠન પર ગંભીર આક્ષેપો કરતા તેમણે જણાવ્યું કે, પક્ષમાં હવે 'સારા' નહીં પણ 'આપણા' માણસોની પસંદગી કરવામાં આવે છે

ભરૂચ ભાજપના વર્ષો જૂના કાર્યકર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટે પક્ષ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. ભાજપ સંગઠન પર ગંભીર આક્ષેપો કરતા તેમણે જણાવ્યું કે, પક્ષમાં હવે 'સારા' નહીં પણ 'આપણા' માણસોની પસંદગી કરવામાં આવે છે અને વર્ષોથી કામ કરતા નિષ્ઠાવાન કાર્યકરોની જગ્યાએ 'આયાતી' ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સ્થાનિક નેતાઓ સાચી વાત પ્રદેશ સુધી પહોંચવા દેતા નથી અને ટિકિટ વહેંચણીમાં ધારાસભ્ય કે સાંસદની કોઈ જ ભૂમિકા રહી નથી. જીગ્નેશ બ્રહ્મભટ્ટે 'ભાજપ વિરુદ્ધ ભાજપ'ની લડાઈ હોવાનું કહીને પક્ષની આંતરિક જૂથબંધી ખુલ્લી પાડી છે.
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
