<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ટાઉન હોલ, યુવા સરપંચ ખાટલા બેઠક સહિતના કાર્યક્રમો

યુવા મોરચો પાર્ટીની શકિતનું કેન્‍દ્રઃ પ્રદેશ કારોબારીમાં માર્ગદર્શન આપતા ડો.હેમાંગ જોષી અને કિરીટ પટેલ

ભાજપ યુવા મોચ્‍ચાની પ્રદેશ કારોબારીમાં પ્રદેશ પ્રમુખ ડો.હેમાંગ જોષી, પ્રભારી શ્રી કિરીટ પટેલ, મહામંત્રી નરેશ દેસાઈ, ભાવિન શિરોયા, ડો.દેવાંગી મૈયર વગેરે ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગત તસ્‍વીર

રાજકોટ, તા.૧૧: પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્‍યક્ષ તથા વડોદરાના સાંસદશ્રી ડૉ.હેમાંગભાઈ જોષીની અધ્‍યક્ષતામાં અને પ્રદેશ યુવા મોરચાના પ્રભારીશ્રી કિરીટભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે નવરચિત પ્રદેશ યુવા મોરચાની પ્રથમ પ્રદેશ બેઠક તા.૯મીએ યોજાઇ હતી. જેમાં તા.૧૩થી ૨૨ એપ્રિલ વચ્‍ચે તમામ મહાનગરોમાં યુવા ટાઉન હોલ (સંમેલન), યુવા સરપંચ ખાટલા બેઠક વગેરે કાર્યક્રમો યોજવાની ચર્ચા થઈ હતી.

ડૉ.હેમાંગભાઈ જોશીએ તેમના સંગઠનશક્‍તિ, શિસ્‍ત અને ટીમવર્કના મહત્‍વ પર વિશેષ ભાર મૂકયો હતો. તેમણે જણાવ્‍યું કે મજબૂત સંગઠન અને સંકલિત પ્રયત્‍નોથી જ પક્ષના વિચારોને સમાજના અંતિમ વ્‍યક્‍તિ સુધી અસરકારક રીતે પહોંચાડી શકાય છે. તેમણે યુવા મોરચાના સૌ કાર્યકરોને પોતાના વિસ્‍તારમાં સક્રિય રહી સતત સંપર્ક અને સંવાદ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળની ભાજપાની કેન્‍દ્ર સરકાર તથા મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્‍ય સરકારના જનહિતના કાર્યો અને પક્ષની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.

તેમણે આવનારા સમયમાં યુવા મોરચા દ્વારા યોજાનારા વિવિધ કાર્યક્રમો, અભિયાનો અને સામાજિક પ્રવળત્તિઓ અંગે વિસ્‍તળત ચર્ચા કરી હતી. સંગઠનને વધુ ગતિશીલ અને પ્રભાવશાળી બનાવવા માટે નવી યોજનાઓ, ડિજિટલ માધ્‍યમોનો ઉપયોગ, યુવાનોને જોડવા અને સમાજમાં સકારાત્‍મક પરિવર્તન લાવવા માટે કાર્ય કરવાની દિશામાં માર્ગદર્શન આપ્‍યું હતું.

યુવાનોને સરકારના વિકાસ પ્રોજેકટ સાથે સેલ્‍ફી લઈ સોશ્‍યલ મીડિયામાં મૂકવા અનુરોધ કર્યો હતો. મોરચાના પ્રભારીશ્રી કિરીટભાઈ પટેલે તેમના સંબોધનમાં કાર્યકરોને પ્રેરણા આપતા જણાવ્‍યું કે યુવા મોરચો પક્ષની શક્‍તિનું કેન્‍દ્ર છે અને યુવાનોના ઉત્‍સાહ અને કાર્યશૈલીથી સંગઠનને નવી ચાઈઓ સુધી લઈ જવાશે. તેમણે તમામ હોદ્દેદારોને જવાબદારીપૂર્વક કાર્ય કરવા અને સંગઠનના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે સંકલ્‍પબદ્ધ રહેવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે આવનારી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને યુવા મોરચાની ભૂમિકા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

બેઠકમાં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રીશ્રીઓ ડૉ.નરેશભાઈ દેસાઈ, ડૉ.દેવાંગીબેન મૈયડ, ડૉ.ભાવિન શિરોયા સહિત યુવા મોરચાના પ્રદેશ પદાધિકારીઓ, મોરચાના વિવિધ સેલના કન્‍વીનર અને સહ-કન્‍વીનર, પ્રદેશ કારોબારી સભ્‍યો તથા જિલ્લા તથા મહાનગર યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં. 

(11:12 AM IST)