<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

તાપી જિલ્લાના સોનગઢ ઉકાઈ સ્ટેટ હાઈવે પર વાંકવેલ ગામ પાસે બાઈક અને મોપેડ અથડાતાં એક યુવકનું મોત

અકસ્માતમાં માથામાં ઇજા સાથે ગંભીર રીતે ઘવાયેલા પાર્થકુમાર ગામીતને 108 મારફતે સોનગઢ સરકારી હોસ્પિટલ ખસેડાયા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા

તાપી જિલ્લાના સોનગઢ-ઉકાઈ સ્ટેટ હાઈવે પર વાંકવેલ ગામની સીમમાં ગત રાત્રિએ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવતી મોટરસાયકલે એક્ટિવાને સામેથી ટક્કર મારતા એક્ટિવા સવાર યુવકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે ચાલકને ગંભીર ઈજાઓપોહતા સારવારર્થે દવાખાના ખસેડ્યો હતો 
બનાવની વિગત મુજબ, સોનગઢના જમાદાર ફળિયામાં રહેતા જિતેશભાઇ છનાભાઈ ગામીત ગત તા. 09/04/2026ના રોજ રાત્રિના આશરે સવા આઠ વાગ્યાના સુમારે પોતાના મિત્ર પાર્થકુમાર ઉર્ફે રામુ અંકુરભાઇ ગામીત સાથે એક્ટિવા નંબર GJ-26-AL-0795 પર સોનગઢ બજારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ઉકાઈ રોડ પર વાંકવેલ ગામ પાસે ગુજરાત કાંટાની સામે સામેથી પુરઝડપે આવતી હોન્ડા શાઈન બાઈક નંબર GJ-26-AJ-1798 ના ચાલકે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતના બનાવમાં બંને મિત્રો રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં માથામાં ઇજા સાથે ગંભીર રીતે ઘવાયેલા પાર્થકુમાર ગામીતને 108 મારફતે સોનગઢ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતમાં જિતેશભાઇ ગામીતને જમણા ખભામાં ફ્રેક્ચર અને ઈજાઓ પહોંચતા તેમને સોનગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત સર્જનાર બાઈક ચાલકને પણ ઇજા થઇ હતી. બનાવ અંગે જિતેશભાઇએ હોસ્પિટલના બિછાનેથી બાઈક ચાલક વિરુદ્ધ અકસ્માત સર્જી મોત નીપજાવવા બદલ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

(1:43 PM IST)