News of Saturday, 11th April 2026
સુરત મહાનગરમાં ભાજપનો દમદાર પ્રચાર શરુ: આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના નેતૃત્વમાં ઉમેદવારોનું નામાંકન : જુઓ વિડીયો
કામરેજ વિધાનસભાના વોર્ડ નં. ૩ અને વોર્ડ નં. ૧૭ ના તમામ ઉમેદવારોને અભિનંદન, જનસેવા અને વિકાસના સંકલ્પ સાથે જંગી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા આરોગ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયા: નામાંકન ફોર્મ ભરવા પૂર્વે વોર્ડ નં. ૩ માં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપ ઉમેદવારોએ પુષ્પાજલી અર્પણ કરી પ્રચાર શરૂ કર્યો.

સુરત :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી–૨૦૨૬ અન્વયે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. ૩ અને વોર્ડ નં. ૧૭ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારઓએ નામાંકન ફોર્મ ભરવા પૂર્વે રાજ્યના આરોગ્ય મંત્રી તથા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ તમામ ઉમેદવારઓને હાર્દિક અભિનંદન પાઠવતા જણાવ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ જનસેવા, વિકાસ અને સુશાસનના મજબૂત આધાર પર જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહેશે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દરેક ઉમેદવાર જંગી બહુમતીથી વિજયી બનીને સુરત મહાનગરમાં વિકાસની ગતિને વધુ મજબૂત બનાવશે. આરોગ્ય મંત્રીએ કાર્યકર્તાઓને પ્રચંડ પ્રચાર દ્વારા દરેક ઘરમાં પહોંચીને સરકારના વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના સંગઠનાત્મક માર્ગદર્શન હેઠળ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોના આધારે આ ચૂંટણીમાં પણ ભાજપ ભવ્ય વિજય નોંધાવશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
