News of Saturday, 11th April 2026
સત્તાવાર યાદી જાહેર થયા બાદ ૪ શહેરોમાં ઉમેદવાર બદલાયા
ભાજપમાં પહેલીવાર આવું જોયું ! વડોદરા, રાજકોટ, અમદાવાદ બાદ હવે અરવલ્લી જિલ્લામાં છેલ્લી ઘડીએ ભાજપે ઉમેદવાર બદલવાની જરૂર પડી

અમદાવાદઃતા.૧૧,સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને પગલે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. મનપા, પાલિકા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો ફોર્મ ભરશે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર લગભગ ક્લિયર થઈ ગયું છે. ગઈકાલે ભાજપે ૧૫ મનપાના ઉમેદવારોના નામ જાહેર કર્યા. ભાજપ અને કોંગ્રેસે આ વખતે અનેક સરપ્રાઈઝ નામ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપે અનેક શહેરોમાં ઉમેદવાર બદલ્યા. પાલડી અને જમાલપુરમાં ભાજપના નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું. પાલડીમાં આશિષ શાહના સ્થાને જૈનિક વકીલને ટિકિટ આપવામાં આવી. જમાલપુરમાં પ્રિયંકા કહારનાં બદલે કલ્પના કહારને ટિકિટ આપવામાં આવી. ૩ સંતાનના વિવાદમાં પ્રિયંકા કહારની ટિકિટ કપાઈ. ૩ સંતાન છતાં ભાજપે તેમને ઉમેદવાર જાહેર કરી દીધા હતા. વિવાદ વધતા ભાજપે કલ્પના કહારને મેદાનમાં ઉતાર્યા. સત્તાવાર યાદી જાહેર થયા બાદ ભાજપે પોતાનો જ નિર્ણય બદલ્યો.
વડોદરા, રાજકોટ, અમદાવાદ બાદ હવે અરવલ્લી જિલ્લામાં છેલ્લી ઘડીએ ભાજપે ઉમેદવાર બદલવાની જરૂર પડી. ભાજપે મોડાસાની સાયરા જિલ્લા પંચાયત બેઠક પર ઉમેદવાર બદલ્યા. જાહેર કરેલા મહિલા ઉમેદવારનું મતદાર યાદીમાં નામ નહીં આવતા ઉમેદવાર બદલવા પડ્યા. નવા જાહેર કરાયેલા જીનલબેન રમેશભાઈ તીડદ્યરે આખરે ઉમેદવારી કરી ફોર્મ ભર્યું. રેખાબેન રાઠોડનું મતદાર યાદીમાં નામ ન હોય ઉમેદવાર બદલ્યા.
ભાજપમાં ભાગ્યેજ જોવા મળતો કિસ્સો જોવા મળ્યો. પહેલીવાર એવું થયું કે, સત્તાવાર યાદી જાહેર થયા બાદ ભાજપને ઉમેદવાર બદલવાની જરૂર પડી. અમદાવાદમાં જમાલપુરમાં પણ ભાજપે ઉમેદવાર બદલ્યા. અગાઉ જાહેર કરેલ કલ્પના કહારની ટિકિટ બદલીને હવે પ્રિયંકા કહારને ટિકિટ અપાઈ. જમાલપુરમાં મહિલા ઉમેદવારને ત્રણ બાળક હોવા છતાં પણ ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. રાતોરાત સ્થાનિક કાર્યકર્તાઓએ વિરોધ કરી ભાજપના ઉચ્ચ નેતાઓનું ધ્યાન દોર્યું. ત્યારે પ્રિયંકા કહારને ઉમેદવાર જાહેર કરવા પડ્યા.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
