<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાથી 2 બાળકીના શંકાસ્પદ મોતમા FSL રિપોર્ટ બાદ પરિવારજનોનો લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાશે

હાલ અમે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ. FSL રિપોર્ટ મહત્વનો પુરાવો બનશે. જો રિપોર્ટમાં કંઈ શંકાસ્પદ મળશે તો તાત્કાલિક હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરાશે : પોલીસનું નિવેદન

અમદાવાદ તા.૧૧ :  શહેરના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું ખીરું ખાધા બાદ 2 માસૂમ બાળકીઓના મોતનો મામલો વધુ ગૂંચવાયો છે. પોલીસે આ ઘટનાને શંકાસ્પદ માનીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. FSL રિપોર્ટ આવ્યા બાદ મૃતક બાળકીઓના માતા-પિતા અને દાદા-દાદીનો લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવાયો છે.

ચાંદખેડા વિસ્તારમાં રહેતા પરિવારની 5 વર્ષ અને 3 વર્ષની બે બાળકીઓએ ગત સાંજે ઘરે બનાવેલ ઢોસા સાથે ખીરું ખાધું હતું. રાત્રે બંને બાળકીઓને ઊલટી-ઝાડા અને પેટમાં દુખાવો શરૂ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા. ડોક્ટરે પ્રાથમિક રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરી હતી.

 

 

પોલીસ તપાસમાં શંકા કેમ?

 

પરિવારના નિવેદનમાં વિરોધાભાસ છે. પૂછપરછ દરમિયાન માતા-પિતા અને દાદા-દાદીના નિવેદનમાં વિસંગતતા જોવા મળી છે. અન્ય સભ્યોને અસર નહીં. ઢોસા અને ખીરું પરિવારના અન્ય સભ્યોએ પણ ખાધું હોવાનું સામે આવ્યું છે, પરંતુ માત્ર બંને બાળકીઓને જ અસર થઈ.ઘટનાસ્થળની સ્થિતિ રસોડામાંથી મળેલા ખીરાના નમૂના, વાસણો અને અન્ય ખાદ્ય સામગ્રી કબજે લેવાઈ છે.

 

 

હાલની કાર્યવાહી

 

 

FSL તપાસમા ઢોસાનું ખીરું, બેટર, વાસણો અને બાળકીઓના વીસેરા નમૂના FSLમાં મોકલી દેવાયા છે. ઝેર કે અન્ય કેમિકલની હાજરી તપાસવામાં આવી રહી છે.AD રિપોર્ટમા ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો રિપોર્ટ નોંધી તપાસ શરૂ કરી છે.લાઈ ડિટેક્ટર ટેસ્ટ.FSL રિપોર્ટ આવ્યા બાદ પરિવારના 4 સભ્યો - માતા, પિતા, દાદા અને દાદીનો લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવવામાં આવશે. કોર્ટની મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

 

 

પોલીસનું નિવેદન

 

 

ચાંદખેડા PI એ જણાવ્યું કે, "હાલ અમે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ. FSL રિપોર્ટ મહત્વનો પુરાવો બનશે. જો રિપોર્ટમાં કંઈ શંકાસ્પદ મળશે તો તાત્કાલિક હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરાશે."

બંને બાળકીઓના મોતથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસ FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે જેના આધારે આગળની દિશા નક્કી થશે.

(3:52 PM IST)