<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

સુરતમા રાંદેર પોલીસ દ્વારા કોઝવે રોડ પર આવેલા સુલતાનીયા જીમખાના વિસ્તારમાં દરોડા : ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ

શહેરને નશામુક્ત બનાવવા માટે શરૂ કરાયેલા "SAY NO TO DRUGS" અભિયાન અંતર્ગત સુરતમાં રાંદેર પોલીસને મોટી સફળતા મળી

સુરત તા.૧૧ :  શહેરને નશામુક્ત બનાવવા માટે શરૂ કરાયેલા "SAY NO TO DRUGS" અભિયાન અંતર્ગત સુરતમાં રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે. રાંદેર પોલીસ દ્વારા કોઝવે રોડ પર આવેલા સુલતાનીયા જીમખાના વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યો હતો. જ્યાં ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

રાંદેર પોલીસે દરોડો પાડ્યો

 

સુરતમાં રાંદેર પોલીસની ટીમે સુલતાનીયા જીમ ખાના ટેકરા પાસે આવેલા ઘરમાં રેડ કરી હતી, જ્યાંથી પોલીસે રિક્ષા ડ્રાઈવર તરીકે કામ કરતા મોહંમદ આશીફ ઉર્ફે ચન્ના ગુલામનબી શેખ (ઉ.49) અને આમીર ઉર્ફે અમ્મુ યુસુફ પઠાણ (ઉ.34)ને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા.

2 શખ્સો પાસેથી MD ડ્રગ્સ મળ્યું

 

પોલીસે આરોપીઓ પાસેથી 5,87,430 રૂપિયાની કિંમતનું 195.81 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, ડ્રગ્સ વેચાણના રોકડા રૂપિયા 14,270, પુશ બેક લોકવાળી પ્લાસ્ટિકની પારદર્શક બેગ નંગ - 87, 2 મોબાઈલ ફોન, ડીજીટલ સેલવાળા વજનકાંટો નંગ- 1 મળી કુલ 6,19,800 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.

રાંદેર પોલીસે ગુનો નોંધ્યો

 

રાદેર પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હતી.જેમાં જાણવા મળ્યુ કે, આરોપીઓ MD ડ્રગ્સનો જથ્થો વેસુ ખાતે રહેતા જૈમીન ગાંધી પાસેથી લાવ્યા હતા. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને આ મામલે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:05 PM IST)