<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

વાંસદાના અંતરિયાળ ખેતરમાં ડ્રોન કેમેરાની મદદથી ગાંજાની ખેતીનો પર્દાફાશ : એક આરોપીની ધરપકડ

પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ડુંગરાળ વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ડુંગરાળ વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ડુંગરાળ વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ડુંગરાળ વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો

નવસારી જિલ્લામાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે એસ.ઓ.જી. (SOG) પોલીસે આધુનિક ટેકનોલોજીનો આશરો લઈને મોટી સફળતા મેળવી છે. વાંસદાના અંતરિયાળ ગણાતા ઘોડમાળ ગામમાં ડ્રોન કેમેરાની મદદથી હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં ખેતરમાં છુપાયેલી ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ડુંગરાળ વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

મહારાષ્ટ્ર બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહેલી એસ.ઓ.જી.ની ટીમે વાંસદાના ઘોડમાળ ગામ પાસે ડ્રોન કેમેરા દ્વારા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ખેતરમાં ઉગાડવામાં આવેલા પાકની વચ્ચે શંકાસ્પદ છોડ દેખાતા પોલીસની ટીમ તુરંત એક્શનમાં આવી હતી. સ્થળ પર તપાસ કરતા ખેતરમાં કોઈ સામાન્ય પાક નહીં, પરંતુ માદક પદાર્થ ગાંજાના 94 જેટલા લીલાછમ છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે આ મામલે ઓઝરપાડા ફળીયાના રહેવાસી મનીષ શંકરભાઇ ભગરીયા (ઉ.વ. 26) ને સ્થળ પરથી રંગેહાથ ઝડપી પાડ્યો છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક શખ્સ જયકુમાર રાજુભાઇ પંડિત પોલીસને થાપ આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો, જેને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે ખેતરમાંથી ગાંજાના છોડ સહિત કુલ રૂ. 1.81 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલા આરોપી વિરુદ્ધ NDPS એક્ટ 1985 ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નવસારી એસ.ઓ.જી. એ આ કેસની વધુ તપાસ વાંસદા પોલીસને સોંપી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગાંજાનું વેચાણ ક્યાં થવાનું હતું અને આ નેટવર્ક સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે.

અગાઉ ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં પોલીસની સીધી નજર પહોંચવી મુશ્કેલ હતી, પરંતુ હવે ડ્રોન કેમેરાના ઉપયોગથી પોલીસ આવા વિસ્તારો પર આસાનીથી નજર રાખી રહી છે. આ કિસ્સામાં ડ્રોન કેમેરાનો ઉપયોગ 'ગેમ ચેન્જર' સાબિત થયો છે. નવસારી પોલીસની આ કામગીરીને પગલે નશીલા પદાર્થોનો કાળો કારોબાર કરતા લોકો માટે હવે છૂપાવવું અશક્ય બની જશે.

(5:41 PM IST)