News of Sunday, 12th April 2026
અમદાવાદ ભાજપમાં આંતરિક ડખ્ખો : સ્ટેડિયમ વોર્ડમાં નારાજ કાર્યકરોએ કરી એક ખાનગી બેઠક
આ ગુપ્ત બેઠકના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપના સંગઠનમાં ખળભળાટ મચી ગયો

અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા જ શહેરના સ્ટેડિયમ વોર્ડમાં ભાજપના આંતરિક કકળાટે જોર પકડ્યું છે. ટિકિટ વહેંચણી કે અન્ય સ્થાનિક પ્રશ્નોને લઈને નારાજ થયેલા ભાજપના કાર્યકરોએ એક ખાનગી બેઠક યોજીને પક્ષ વિરુદ્ધ રણનીતિ ઘડી હોવાનું સામે આવ્યું છે. આ બેઠકમાં અન્ય પક્ષોને ખાનગી રાહે ટેકો આપી ભાજપને નુકસાન પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ જાગી છે. આ ગુપ્ત બેઠકના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપના સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે. ચૂંટણી ટાણે જ પક્ષના વફાદાર ગણાતા કાર્યકરોની આ નારાજગી ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
