News of Sunday, 12th April 2026
અમદાવાદમાં યુપીથી ઠગાઈ આચરતી ‘સાયકલ ગેંગ’નો પર્દાફાશ:ટોળકીના માસ્ટર માઇન્ડ સહિત 5ની ધરપકડ
આરોપીઓ ગુનામાં વપરાતી સાયકલ પણ મુરાદાબાદથી સાથે જ લઈને આવતા હોવાનું સામે આવ્યું આરોપીઓ ગુનાને અંજામ આપવા સાયકલ પણ બસમાં સાથે લઈને આવતા

ઉત્તર પ્રદેશથી અમદાવાદ, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં ચોરી કરવા જતા આરોપીઓ ગુનાને અંજામ આપવા સાયકલ પણ બસમાં સાથે લઈને આવતા હોવાનું ખુલાસો થયો છે.. જોકે આરોપીઓની ધરપકડ બાદ અન્ય શહેરો અને અન્ય રાજ્યમાં થયેલા ગુનાનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
અમદાવાદના કાલુપુર પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીઓના નામ મુસાહીદ કુરેશી, હનીફ પઠાણ, નૌશાદ હુસેન અબ્બાસી, ગુલઝેબ અન્સારી અને શાનેઆલમ મલિક છે. આ તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના મુરાદાબાદના રહેવાસી છે. જોકે આરોપીઓ અમદાવાદ, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં રોકાતા અને ખિસ્સામાં રૂપિયા લઈને જતા વ્યક્તિઓને ટાર્ગેટ કરી રૂપિયા પડાવી લેતા હતા.આરોપીઓની મોડસ ઓપરેન્ડી પણ થોડીક અલગ હતી. આરોપીઓ સાયકલ લઈને માર્કેટમાં ફરતા અને જેના ખિસ્સામાં વજન અથવા તો રૂપિયા હોય તેવું લાગે તેને સાયકલ અથડાવી વાતોમાં રાખતા ત્યારે અન્ય બે આરોપી ભોગ બનનારના ખિસ્સામાં રહેલા રૂપિયા લઈને ફરાર થઈ જતા હતા. મહત્વનું છે કે આરોપીઓ ગુનામાં વપરાતી સાયકલ પણ મુરાદાબાદથી સાથે જ લઈને આવતા હોવાનું સામે આવ્યું છે.
કાલુપુરમાં બે જ દિવસમાં બનેલી આ પ્રકારની બે ચોરીના ગુનાની તપાસ કરતા પોલીસને એક સીસીટીવી મળી આવ્યા. જે સીસીટીવીની તપાસ કરતા આરોપી જે હોટલમા રોકાયા હતા તેની માહીતી મળી આવી. જેના આધારે પોલીસ આરોપી સુધી પહોચી અને અમદાવાદમાં વધુ એક ગુનાને અંજામ આપવાની તૈયારી કરી રહેલા પાંચે આરોપીઓને ઝડપી લીધા. આરોપીની તપાસ કરતા હકીકત સામે આવી કે આરોપી નૌશાદ અબ્બાસી ગુનામા સાયકલ લઈને ફરતો અને ભોગ બનનારને ટાર્ગેટ કરતો હતો. જેના આધારે અન્ય બે આરોપી મુસાહિદ અને હનીફ ભોગ બનનારનું ધ્યાન હટાવી તેના ખિસ્સામાંથી રૂપિયા કાઢી લેતા હતા. જે બાદ અન્ય આરોપી ગુલબેજ અને શાનેઆલમ સાઈકલ લઈને ફરાર થઈ જતા હતા. જેથી કાલુપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સાથે જ આરોપીની તપાસ કરતા હકિકત સામે આવી કે, આરોપી અગાઉ દિલ્હીમા પણ આ જ પ્રકારના ગુનામા ઝડપાયા હતા. અને થોડા સમય પહેલા આરોપી મુંબઈ પણ જઈને આવ્યા છે. જેથી ત્યાં પણ ગુનાને અંજામ આપ્યો હોઈ શકે છે. ત્યારે પોલીસ ની તપાષમા આરોપી ના અન્ય કેટલા ગુના સામે આવે છે તે જોવુ મહત્વનું છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
