<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

સુરતના કાપોદ્રા વિસ્તારમાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા કૌભાંડનો પર્દાફાશ : SOGએ ટોળકી ઝડપી

કુલ 13 નકલી લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત: આરોપીઓએ 25થી વધુ બોગસ લાયસન્સ બનાવ્યાની કબૂલાત પણ આપી

સુરત શહેરના કાપોદ્રા વિસ્તાર માં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. SOG દ્વારા દરોડા પાડી નકલી લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતી ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી. આ ટોળકી લોકો પાસેથી 7થી 10 હજાર રૂપિયા વસૂલીને બોગસ લર્નિંગ લાયસન્સ બનાવી આપતી હતી. પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ 13 નકલી લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કર્યા છે, જ્યારે આરોપીઓએ 25થી વધુ બોગસ લાયસન્સ બનાવ્યાની કબૂલાત પણ આપી છે.

(1:39 PM IST)