દેશનો પ્રથમ ગ્રીન કોરિડોર મુંબઈમાં બનાવેલ, ૨૦૧૮ સુધીમાં દેશમાં ૧૦૦થી વધુ કોરીડોર હાલ કાર્યરત છે
૧૪૨ લોકોને નવું જીવન ગ્રીન કોરિડોરથી સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માનવીય અભિગમથી મળ્યુ છે તેવા સંજીવનીરૂપ ગ્રીન કોરિડોર છે શું? જાણવા જેવી રસપ્રદ કથા : હર્ષભાઈ સંઘવી સીપી અનુપમસિંહ ગેહલોત ટીમના જે સંજીવની (ગ્રીન કોરિડોરના કાર્યથી પ્રભાવિત થયા છે , તેના આંકડા પણ આફ્રિન પોકારી જવાય તેવા છે. હદય માત્ર ૪૯ કોરિડોર, ફેફસાં માટે ૨૦, કીડની માટે ૪૩, યકળત માટે ૧૩ કિડની માટે વિશાળ વ્યવસ્થા ઉભી થયેલ છે.આનો યશ વર્તમાન પોલીસ કમિશનર સાથે પૂર્વ પોલીસ કમિશનર અજય કુમાર તોમરને પણ જાય છે : ગ્રીન કોરિડોરના ફાયદાઃ અંગોને ઝડપથી પહોંચાડી શકાય છે, જેથી દર્દીઓને નવું જીવન મળી શકે, ટ્રાફિક જામને ટાળી શકાય છે, જેથી અંગોને સુરક્ષિત રીતે પહોંચાડી શકાય.અંગદાનની પ્રક્રિયાને ઝડપી બનાવી શકાય છે, જેથી વધુ લોકોને લીફટ મળી શકે. ગ્રીન કોરિડોર કેવી રીતે બનાવવામાં આવે છે? ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગને સ્પષ્ટ કરવામાં આવે છે. ટ્રાફિક સિગ્નલોને બંધ કરવામાં આવે છે.અંગોને લઈ જતી એમ્બ્યુલન્સને પ્રાથમિકતા આપવામાં આવે છે, માર્ગમાં પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવે છે

રાજકોટ તા. ૧૩ :.. કિડની, હૃદય, લિવર જેવા શરીરના મહત્વના અંગોનું જયારે દાન થાય છે, તેનો સાચા અર્થમાં આ અંગો જરૂરિયાતમંદ લોકોને સમયસર એક શહેરથી બીજા શહેરમાં સમયસર પોહચી શકે તો જ મળે, આ કોઈના લાડકવાયા, કોઈના એકના એક કમાનાર યુવાન, કોઈ આશાભરી યુવતી કે કોઈ મોભીને નવું જીવન આપવા જેવું ઈશ્વરીય કાર્ય, અને આ કાર્યમાં મદદરૂપ બનવું તે ઈશ્વરને ગમતું કાર્ય હોવાનું માનવીય અભિગમ ધરાવતા સુરતના પોલીસ કમિશનરને સમજતા વાર ન લાગી, જો કે સુરતના પૂર્વ પોલીસ કમિશનર અને નિવળત ips અજય તોમરે પણ આ દિશામાં મહત્વના કદમ રાખેલ, જેના પર અનુપમસિહ ગેહલોત ટીમે આખી ઇમારત રચી, પોતાના શહેરની પોલીસે સંજીવની સુધી પહોંચાડવા જે જબરજસ્ત અભિયાન આરંભ્યું છ તેનાથી આ બાબતે સતત વાકેફ્ રહેતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આફ્રિન પોકારી ઉઠ્યા છે અને ગાંધીનગર લોક હિતના કેવા કર્યો કરી રહી છે તેના ઉદારહણ ગર્વથી આપી શકે તેવું વાતાવરણ ખડું થયું છે.
સુરતમાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના નેતળત્વમાં ૧૪૨ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે, જેનાથી ૨૧૭ લોકોને નવું જીવન મળ્યું છે. આ ગ્રીન કોરિડોર હૃદય, ફેફસાં, કિડની, લિવર જેવા અંગોને ઝડપથી પહોંચાડવા માટે બનાવવામાં આવ્યા છે.
ગ્રીન કોરિડોર એ એક વિશેષ માર્ગ છે જે અંગદાન માટે બનાવવામાં આવે છે, જેથી અંગોને ઝડપથી અને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડી શકાય. આ માર્ગમાં ટ્રાફિક સિગ્નલોને બંધ કરવામાં આવે છે, જેથી અંગોને ઝડપથી પહોંચાડી શકાય.
સુરત પોલીસ દ્વારા બનાવવામાં આવેલા ગ્રીન કોરિડોરની સફળતાને કારણે અન્ય શહેરોમાં પણ આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હૃદય માટે ૪૯ ગ્રીન કોરિડોરહૃદય-ફેફસાં માટે ૮ ગ્રીન કોરિડોરફેફસાં માટે ૨૦ ગ્રીન કોરિડોરકિડની-લિવર માટે ૪૩ ગ્રીન કોરિડોરયકળત માટે ૧૩ ગ્રીન કોરિડોરકિડની માટે ગ્રીન કોરિડોરસુરત શહેરમાં ગ્રીન કોરિડોરની શરૂઆત ૨૦૧૫માં થઈ હતી, જ્યારે માત્ર એક કે બે ગ્રીન કોરિડોર હતા. પરંતુ વખત સાથે, સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર અને અનુપમ સિંહ ગેહલોતના પ્રયાસોથી ગ્રીન કોરિડોરની સંખ્યા વધી છે.ગ્રીન કોરિડોરનો ફાયદા, અંગોને ઝડપથી પહોંચાડી શકાય છેદર્દીઓને નવું જીવન મળે છેટ્રાફિક જામને ટાળી શકાય છે
ગ્રીન કોરિડોર વિશે વધુ માહિતીઃગ્રીન કોરિડોર એ એક વિશેષ માર્ગ છે જે અંગદાન માટે બનાવવામાં આવે છે, જેથી અંગોને ઝડપથી અને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડી શકાય. આ માર્ગમાં ટ્રાફિક સિગ્નલોને બંધ કરવામાં આવે છે, જેથી અંગોને ઝડપથી પહોંચાડી શકાય.
ગ્રીન કોરિડોરના ફાયદાઃઅંગોને ઝડપથી પહોંચાડી શકાય છે, જેથી દર્દીઓને નવું જીવન મળી શકે.ટ્રાફિક જામને ટાળી શકાય છે, જેથી અંગોને સુરક્ષિત રીતે પહોંચાડી શકાય.અંગદાનની પ્રક્રિયાને ઝડપી બનાવી શકાય છે, જેથી વધુ લોકોને લફટ મળી શકે. ગ્રીન કોરિડોર કેવી રીતે બનાવવામાં આવે છે?ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગને સ્પષ્ટ કરવામાં આવે છે.ટ્રાફિક સિગ્નલોને બંધ કરવામાં આવે છે.અંગોને લઈ જતી એમ્બ્યુલન્સને પ્રાથમિકતા આપવામાં આવે છે.માર્ગમાં પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવે છે.ગ્રીન કોરિડોરના ઉદાહરણોઃભારતમાં પ્રથમ ગ્રીન કોરિડોર ૨૦૧૩માં મુંબઈમાં બનાવવામાં આવ્યો હતો.૨૦૧૮માં ભારતમાં ૧૦૦થી વધુ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા.ગ્રીન કોરિડોરની સફળતાને કારણે ભારતમાં અંગદાનમાં વધારો થયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
