News of Monday, 13th April 2026
તાપી જિલ્લામાં ટ્ર્રાફિક પોલીસ દ્વારા યોજાઈ વિશેષ ડ્રાઈવ
વ્યારા નગરમાં આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકના 20 વાહનો ડિટેઇન

તાપી જિલ્લાના વ્યારા નગરમાં છેલ્લા કેટલાક સમયથી વાહનચાલકો દ્વારા આડેધડ રીતે વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો.
ખાસ કરીને બજાર વિસ્તાર અને વ્યસ્ત માર્ગો પર અનિયમિત પાર્કિંગને કારણે સામાન્ય નાગરિકો તેમજ અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યારા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.જી. રાવલની સૂચના અનુસાર ટ્રાફિક વિભાગ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન ટ્રાફિક ટીમે શહેરના મુખ્ય વિસ્તારોમાં ચકાસણી હાથ ધરી અને નિયમોનો ભંગ કરતા 20થી વધુ વાહનોને ડિટેઇન કર્યા હતા.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
