<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ગુજરાત રાજય હજ્જ કમિટી દ્વારા હજ્જ યાત્રાએ જનારા જીલ્લાના તમામ યાત્રિકો માટે રાજકોટમાં કાલે માર્ગદર્શન કેમ્‍પ

 

ધોરાજી તા. ૧૩: ગુજરાત રાજ્‍ય હજ કમિટી ગાંધીનગર દ્વારા આયોજિત રાજકોટ જીલ્લાના હજ ટ્રેનિંગ કેમ્‍પ તારીખ ૧૪ કાલે મંગળવારના આસ્‍તાના એ તુર્કી સાહેબના કમ્‍પાઉન્‍ડમાં રાખવામાં આવ્‍યો છે.

ગુજરાત રાજ્‍ય હજ કમિટી થી ગુજરાત ના ઘણા યાત્રિકો હજ કરવા સાઉદી અરેબિયા ના પવિત્ર શહેર મક્કા અને મદીના જાય છે ત્‍યાં હજ દરમિયાન હજમાં ઇસ્‍લામ ધર્મના નિયમ પ્રમાણે અનેક વિધિ કરવાની હોય છે તેની દર વર્ષે હજ કમિટી દ્વારા તાલીમ આપવામાં આવે છે આ ટ્રેનિંગ મા ઇસ્‍લામ ધર્મ ના નિયમોતેમજ વિદેશ યાત્રા દરમિયાન ભારત દેશ ના નિયમો અને સાઉદી અરબ ના નિયમોનું પુરેપૂરૂં   જ્ઞાન    આપવા મા આવે છે.

દર વર્ષે હજ કમિટીમાં નવા હજ યાત્રી હોય છે તેઓને તાલીમ આપવી ફરજિયાત હોઈ છે આ વખતે માત્ર ગુજરાત રાજ્‍ય હજ કમિટી થી હજ યાત્રા એ જનારા હાજી અને હાજિયાની માટે તારીખ ૧૪ સવારે ૮-૦૦  થી   સાંજના ૫-૦૦ વાગ્‍યા સુધી આ તાલીમ આસ્‍તાના એ તુર્કીયાહ (આજી ડેમ ચોકડી પાસે) રાજકોટ ખાતે રાખવામાં આવી છે.

આ કેમ્‍પમાં ગુજરાત રાજ્‍ય હજ કમિટી દ્વારા નિમાયેલા ફીલ્‍ડ ટ્રેનર હાજી યામીન ઝુનજુનિયા, (ધોરાજી) હાજી ભાઈ દોઢીયા, ઇમરાનભાઈ કુકડ (ગોંડલ), હાજી અબ્‍દુલભાઈ પરમાર (જેતપુર), હાજી રજાકભાઈ બિલખીયા, સાજીદભાઈ દસાડીયા, તેમજ રાજકોટના એનજીઓ હાજી સુલેમાન ભાઈ કુકડ  કેમ્‍પ ની તૈયારી કરી રહ્યા છે.

(2:45 PM IST)