<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

વડોદરાના અકોટામાં અશાંતધારા ભંગની ફરિયાદને લઈને ભારે વિવાદ : અજીતનગર સોસાયટીના મકાનમાં અશાંતધારાનો ભંગ થયાનો આક્ષેપ

મકાનનો દસ્તાવેજ હિન્દુ નામે થયેલો હોવા છતાં હિન્દુ પરિવારની દીકરીએ વિધર્મી યુવાન સાથે લગ્ન કર્યા હોવાનો ખુલાસો થતાં વિવાદ વધુ વકર્યો

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં અશાંતધારા ભંગની ફરિયાદને લઈને વિવાદ ઉભો થયો છે. અજીતનગર સોસાયટીના A-36 નંબરના મકાનમાં અશાંતધારાનો ભંગ થયો હોવાનો રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી સોસાયટીના રહીશો આ મુદ્દે લડત આપી રહ્યા છે અને તાજેતરમાં કલેકટર કચેરી સ્થિત સાંસદની ચેમ્બર બહાર રહીશોએ રામધૂન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

    મકાનનો દસ્તાવેજ હિન્દુ નામે થયેલો હોવા છતાં હિન્દુ પરિવારની દીકરીએ વિધર્મી યુવાન સાથે લગ્ન કર્યા હોવાનો ખુલાસો થતાં વિવાદ વધુ વકર્યો છે. રહીશોએ આ બાબતે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો પણ આ લડતમાં જોડાયા છે. સ્થાનિકોએ તટસ્થ તપાસ કરીને કોઈ દબાણ વિના યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે

 

(7:22 PM IST)