News of Monday, 13th April 2026
અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવાર-નાયબ કલેક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી:પોલીસે દરમ્યાનગીરી કરી મામલા થાળે પાડ્યો
ટેકેદારોએ જરૂરી સહી ન કરી હોવાના મુદ્દે નાયબ કલેક્ટરે ઉમેદવારને એફિડેવિટ રજૂ કરવાની સૂચના આપી આ બાબતે કોંગ્રેસ ઉમેદવાર નીરવ બક્ષીએ પોતાની અસહમતિ વ્યક્ત કરતાં બંને પક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી

અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં રાજકીય તણાવનું વાતાવરણ સર્જાયું હતી કોંગ્રેસના ઉમેદવાર નીરવ બક્ષી અને નાયબ કલેક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આ ઘટના એફિડેવિટને લઈને ઉભા થયેલા વિવાદને કારણે બની હતી, જેના કારણે સ્થળ પર થોડીવાર માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ ટેકેદારોએ જરૂરી સહી ન કરી હોવાના મુદ્દે નાયબ કલેક્ટરે ઉમેદવારને એફિડેવિટ રજૂ કરવાની સૂચના આપી હતી. આ બાબતે કોંગ્રેસ ઉમેદવાર નીરવ બક્ષીએ પોતાની અસહમતિ વ્યક્ત કરતાં બંને પક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ હતી. વાતચીત ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી ગઈ, જેના કારણે સ્થિતિ વધુ બગડવાની ભીતિ ઉભી થઈ.
સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, મામલો એટલો વધ્યો કે પોલીસને બોલાવવાની જરૂર પડે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. જોકે, સમયસર પોલીસના બે કર્મચારીઓએ વચ્ચે પડીને બંને પક્ષને શાંત કર્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
પછી કોંગ્રેસ ઉમેદવારે પોતાના વકીલ સાથે એફિડેવિટ કરવાની તૈયારી દર્શાવી હતી. જેના પગલે મામલો શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો હતો. આ ઘટના રાજકીય અને વહીવટી તંત્ર વચ્ચેના સંવાદમાં સમન્વયની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરે છે
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
