તા. ૨૬ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૩ મંગળવાર
News of Tuesday, 14th April 2026
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીઃ જમીની હકિકત તપાસવા ડો.કે.એલ.એન.રાવ આણંદ, ડાકોર પહોંચ્યા....
લાયસન્સવાળા કેટલા હથિયાર જમા થયા? કેટલા અટકાયતી પગલાં લેવાયા? સેન્ટ્રલ અને અર્ધ લશ્કરી દળની તૈનાતીની સમીક્ષા, ડ્રોન કેમેરાઓ, બોડી વોર્ન કેમેરાઓના ઉપયોગ વિગેરે બાબતે હાઇ લેવલની બેઠકમાં રણનીતિઃ આખા રાજ્યમાં અમલી બનશે : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે તમામ સીપી, રેન્જ વડા અને એસીપીઓ પાસેથી લેટેસ્ટ માહિતી મંગાવવા સાથે લો એન્ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન સાથે બેઠક કરી IB વડા અશોક કુમાર યાદવના રાજ્યના વિવિધ યુનિટના અહેવાલ આધારે મુખ્ય પોલીસ વડાની ત્રણ ત્રણ રિપોર્ટ ટેલી કરી રણનીતિ તૈયાર થાય છે...

રાજકોટ, તા.૧૪: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સાથે આણંદ જીલ્લાના ઉમરેઠમાં વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવા વન ડે વન ડિસ્ટ્રિક્ટ બેઠક આણંદ જીલ્લામાં યોજી આખી માહિતી મેળવી અને ત્યારબાદ સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા અમદાવાદ રેન્જ વડા રાઘવેન્દ્ર વસ્ત અને આણંદના કાર્યદક્ષ એસપી ગૌરવ જસાણી વિગેરે સાથે ચર્ચા કરી મહત્વના સૂચનો કર્યા હતા. આખા જિલ્લાના ડાકોર,આણંદ, ઉમરેઠ વિગેરેની ગ્રાઉન્ડ રિયાલિટી સ્થળ પર પહોંચી અને અભ્યાસ કર્યો હતો.
જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં ડો. રાવે સ્થાનિક પોલીસ, સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ (CAPF) અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) ના જવાનોના તૈનાતી પ્લાન પર ચર્ચા કરી હતી.
બેઠકમાં લાયસન્સવાળા હથિયારો જમા કરાવવાની કામગીરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલા અટકાયતી પગલાંઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. DGPએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા ગુજરાત પોલીસ સંકલ્પબધ્ધ છે.
ચૂંટણી આચારસંહિતાના કડક અમલ માટે રાજ્ય પોલીસ વડાએ જિલ્લા પોલીસ તંત્રને તમામ ચેકપોસ્ટ પર સઘન તપાસ કરવા અને ઉમરેઠ મતવિસ્તારમાં મતદારોમાં વિશ્વાસ જાગે તે માટે ‘એરિયા ડોમિનેશન' કવાયત હાથ ધરવા સૂચના આપી હતી. કામગીરીની પારદર્શિતા માટે સુરક્ષા વ્યવસ્થામાં ડ્રોન દ્વારા આકાશમાંથી દેખરેખ રાખવા અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ માટે બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ કરવા પર ભાર મૂકયો હતો.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
