<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

તાપી જિલ્લાના સોનગઢમાં 12 વર્ષથી ફરાર ઘરફોડ ચોર સુરતના ડીંડોલીથી એલ સી બી એ પકડાયો

પકડાયેલ આરોપી સામે અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પૂર્વે નાસતા ફરતા આરોપીઓ સામે પોલીસ દ્વારા સખત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તે જ અંતર્ગત તાપી લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત ટીમે 12 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીના આરોપીને સુરતના ડીંડોલીથી ઝડપી પાડ્યો છે.
સોનગઢ પોલીસ સ્ટેશનના વર્ષ 2014ના ગુનામાં વોન્ટેડ આરોપી શાંતાશમ માન્યા પ્રતાપ કોળી (ઉંમર 40, રહેવાસી-અથડ, તા. ચોપડા, જિ. જલગાંવ, મહારાષ્ટ્ર)ને સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાંથી તા. 12/04/2026ના રોજ મોડી સાંજે  ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (સુરત રેન્જ) તથા તાપી જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી.એલ.સી.બી. તાપીના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ. ગોહિલ અને પેરોલ ફર્લો સ્ક્વોડ તાપીના પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી. આહિરની સીધી દેખરેખમાં ટીમે બાતમીના આધારે સફળ કામગીરી કરી હતી.
ટીમમાં પો.સબ ઈન્સ્પેક્ટર એન.એસ. વસાવા, હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવનસન અને અરૂણભાઈ જાલમસિંહનો સમાવેશ થતો હતો, જેમણે આરોપીને ઝડપી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પકડાયેલ આરોપી સામે અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.

(1:20 PM IST)