<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ચીફ ક્લાર્કને 100 રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યો : જુઓ વિડીયો

ટિકિટ ઇસ્યુ કરતી વખતે મુસાફરો પાસેથી કાયદેસરના ભાડા ઉપરાંત વધારાના રૂપિયા લેતા ચીફ ક્લાર્ક ઝડપાઈ ગયો

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એસીબીએ ટ્રેપ ગોઠવીને ચીફ ક્લાર્કને માત્ર 100 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. ટિકિટ ઇસ્યુ કરતી વખતે મુસાફરો પાસેથી કાયદેસરના ભાડા ઉપરાંત વધારાના રૂપિયા લેતા ચીફ ક્લાર્ક ઝડપાઈ ગયો હતો.

 

અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે અન્ય રાજ્યમાં જતાં પેસેન્જરો પાસે ટીકીટ ઇસ્યુ કરનાર રેલ્વેના કર્મચારી દ્વારા ટીકીટના કાયદેસરના પૈસા સિવાય બીજા વધારાના રૂ.10થી 500 સુધીની ટિકિટ દીઠ લાંચની માંગણી કરી પેસેન્જરોને ખોટી રીતે હેરાન-પરેશાન કરી પેસેન્જરો પાસેથી ટીકીટની રકમ કરતા વધારાની લાંચની માગણી કરતા હોવાની ચોકકસ અને આધારભુત માહિતી મળતા કાયદેસરની કાર્યવાહી કરવા માટે ACB એક્શનમાં આવી હતી.

 

ડીકોય લાંચના છટકાનું આયોજન કરીને ડીકોયરના સહકારથી અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે ગોઠવેલ ડીકોય લાંચના છટકામાં કાલુપુર રેલ્વે સ્ટેશનની બુકીંગ વિન્ડો ખાતે ફરજ બજાવતા શીવકુમાર ગયાપ્રસાદ યાદવ ચીફ કોમર્શીયલ ક્લાર્ક ડીકોયરની કાયદેસરની ટીકીટના રૂપિયા ઉપરાંત વધારાના 100ની લાંચ સ્વરૂપે માંગણી કરી હતી. ત્યાર બાદ આ રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જઇને ગુનો કર્યો હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(12:02 PM IST)