<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

તાપી જિલ્લામાં રાજપુર તા. પં.બેઠક પરના ઉમેદવારને કુકરમુંડા ગામે બજારમાં બાઇકે અડફેટમાં લેતા પગ ભાંગી ગયો

ઉમેદવારી ફોર્મની ચકાસણી હોવાથી કિરણભાઈ વળવી કુકરમુંડા ખાતે આવ્યા હતા. પરંતુ તેઓનું કંઈક કામ હોવાથી કુકરમુંડા ગામે બજારમાં ગયા હતા.

તાપીના કુકરમુંડા તાલુકાના રાજપુર તા.પં.બેઠક પરના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર કિરણભાઈ સંપતભાઈ વળવીને કુકરમુંડા ગામે બજારમાં મોટર સાઇકલ ચાલક યુવકે અડફેટમાં લઇ લેતા પગ ભાંગી ગયો છે. ઇજાગસ્ત તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારને 108 એમ્બ્યુલન્સ મારફ્તે સારવાર અર્થે મહારાષ્ટ્રની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
આ બાબતે મળતી માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં કુકરમુંડા તાલુકાના રાજપુર તાલુકા પંચાયત બેઠક પર કિરણભાઈ સંપતભાઈ વળવી રહેવાસી. બેજ તા. કુકરમુંડા જિ. તાપીએ ચૂંટણી લડવા માટે ભાજપ તરફથી ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલ છે.
તા.13/04/2026ના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી હોવાથી કિરણભાઈ વળવી કુકરમુંડા ખાતે આવ્યા હતા. પરંતુ તેઓનું કંઈક કામ હોવાથી કુકરમુંડા ગામે બજારમાં ગયા હતા.
ત્યાં આગળ એક યુવકે પોતના કબ્જાની મોટર સાઇકલને ગફલત ભરી રીતે હંકારી લાવીને કિરણ વળવીને અડફેટમાં લઇ લીધો હતો.તેમના પગમાં ઘૂંટણની નીચેના ભાગ ભાંગી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જે અકસ્માતમાં ઇજાઓ પામનાર તા. પં. બેઠકના ઉમેદવાર કિરણભાઈને તાત્કાલિકધોરણે 108 એમ્બ્યુલન્સના મારફતે કુકરમુંડા CHC ખાતે સારવાર અર્થે લઇ જવાયા હતા.
જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ છે. ત્યાં હાલમાં કિરણભાઈ વળવી વધુ સારવાર હેઠળ છે

(11:53 AM IST)