News of Friday, 5th June 2026
દિવ્યાંગ ઉમેદવારો માટે સોનેરી તક: GSSSB દ્વારા વન અને પર્યાવરણ વિભાગ હેઠળ વનપાલ વર્ગ-3ની ભરતી
વય મર્યાદા 18 થી 35 વર્ષ રખાઈ :સરકારના નિયમ મુજબ છૂટછાટ પણ મળશે:શરૂઆતમાં 5 વર્ષ માટે પ્રતિમાસ 26,000 ફિક્સ પગાર અપાશે

ગાંધીનગર :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વન અને પર્યાવરણ વિભાગ હેઠળ વનપાલ વર્ગ-3ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે છે. જેમાં કુલ 15 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 4 જૂન 2026 થી 18 જૂન 2026 સુધી અરજી કરી શકે છે. અરજી માત્ર OJAS પોર્ટલ https://ojas.gujarat.gov.in દ્વારા જ કરવાની રહેશે.
ઉમેદવાર પાસે કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે. સાથે કમ્પ્યુટરની મૂળભૂત જાણકારી અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન ફરજિયાત છે. વય મર્યાદા 18 થી 35 વર્ષ રાખવામાં આવી છે, સરકારના નિયમ મુજબ છૂટછાટ પણ મળશે.
પસંદ થયેલા ઉમેદવારોને શરૂઆતમાં 5 વર્ષ માટે પ્રતિમાસ 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ સંતોષકારક કામગીરી પર તેમને 7મા પગાર પંચ મુજબ ₹25,500 થી ₹81,100 લેવલ-4માં નિયમિત પગાર મળવાનો મોકો રહેશે.
ઉમેદવારોએ OJAS વેબસાઈટ પર જઈને કરન્ટ એડવર્ટાઈઝમેન્ટ વિભાગમાં જઈ GSSSB ભરતી પસંદ કરવી. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવું અને અંતે પ્રિન્ટઆઉટ સાચવી રાખવો જરૂરી છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
