<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

છોટાઉદેપુરમાં હૃદયદ્રાવક દુર્ઘટના : રેતી સ્ટોક યાર્ડમાં હાઈટેન્શન લાઈનનો કરંટ લાગતા ટ્રક ચાલકનું મોત

યાર્ડમાં ખાલી થઈ રહેલી ટ્રકની ટ્રોલી અચાનક ઉપરથી પસાર થતા હાઈટેન્શન વીજ વાયરને અડી જતાં જોરદાર કરંટ ફેલાયો હતો

છોટાઉદેપુરમાં આવેલા એક રેતી સ્ટોક યાર્ડમાં વીજ કરંટ લાગવાને કારણે વધુ એક શ્રમિકે જીવ ગુમાવ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. યાર્ડમાં ખાલી થઈ રહેલી ટ્રકની ટ્રોલી અચાનક ઉપરથી પસાર થતા હાઈટેન્શન વીજ વાયરને અડી જતાં જોરદાર કરંટ ફેલાયો હતો, જેમાં પ્રતાપસિંહ ચૌહાણ નામના યુવાન ટ્રક ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. 

  અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ સ્થળે વીજ કરંટ લાગવાથી એક સગીર વયના કામદારનું મોત થયું હતું, જેથી 'મીરા એન્ટરપ્રાઈઝ' નામના સંચાલકની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે

(9:30 PM IST)