News of Saturday, 6th June 2026
મહિલા હેલ્પલાઈન પર સૌથી વધુ ૬૦% કોલ ઘરેલું હિંસાના નોંધાયા
૮ વર્ષમાં ઘરેલુ હિંસા-પજવણીથી પીડિત ૧૩.૪૯ લાખ નારીઓએ મહિલા હેલ્પ લાઈનમાં ન્યાય માંગ્યો

અમદાવાદ,તા.૬: તાજેતરમાં ભોપાલમાં બનેલી ટ્રીવીશા કથિત આત્મહત્યાના કેસને લઈને ગુજરાતમાં પણ અનેક સવાલો ઉભા થયા છે. ગુજરાતના અનેક શહેરોમાં આ પ્રકારના શ્રીમંત કુટુંબોમાં પણ આવી ઘટનાઓ બની રહી છે. છેલ્લા ૫ વર્ષોમાં વિવિધ કારણોસર લગ્નેતર સંબંધોના કારણે ઊભા થતા કૌટુંબિક વિવાદો અને ફરિયાદોની સંખ્યામાં ચિતાજનક અને મોટો ઉછાળો જોવા મળ્યો છે. દર વરસે મહિલા યુવતીઓની સમસ્યામાં બમણા દરે વધારો થઈ રહ્યો છે. જેને મહિલા હેલ્પલાઈન પર આવેલા કોલ પરથી સમજી શકાય તેમ છે. છેલ્લા ૩ વર્ષથી સતત દર વર્ષે ૨૦,૦૦૦થી વધુ મહિલાઓ માત્ર લગ્નેતર સંબંધોના વિવાદોનો ભોગ બની રહી છે. મહિલા હેલ્પ લાઈનમાં આવતા દર ૧૦ કોલ્સમાંથી થી ૭ કોલ્સ થરેલુ હિસા અથવા કૌટુંબિક ઝઘડાને લગતા હોય છે. વર્ષ ૨૦૨૫ના આંકડા મુજબ, રોજ સરેરાશ ૨૪૭ કોલ્સ માત્ર થરેલુ હિંસાના હતા. જેમાં શારીરિક-માનસિક ટોર્ચર, પતિ કે સાસરીયા પક્ષ દ્વારા ત્રાસ, આર્થિક ખેંચતાણ અથવા વ્યસનના કારણે થતા ઝઘડા મુખ્ય કારણો હોય છે. છેલ્લા આઠ વર્ષના સત્તાવાર ડેટા અનુસાર, અભયમ મહિલા હેલ્પલાઈનમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ ૧૩.૪૯ લાખ કોલ આવ્યા હતા. એટલે કે રોજના સરેરાશ ૪૦૦થી વધુ કોલ અભયમને મદદ માટે મળી રહ્યાં છે. આ કુલ કોલ પૈકી સૌથી વધુ ઘરેલું હિસાના ૬૦ ટકા કોલ અને સામાન્ય માહિતી કે પજવણીના ૩૦ ટકા કોલ હોય છે. અત્યાર સુધીમાં ૧૧ લાખથી વધુ કોલમાં કાઉન્સિલિગની મદદથી સમાધાન થયુ છે તો ૧.૩૦ લાખ કેસો પોલીસને કાર્યવાહી કરવી પડી છે. આ ૧૩.૪૯ લાખ કોલ પૈકી ૩ લાખથી વધુ કોલ માત્ર ઘરેલું હિસાના મળ્યા છે. આ પ્રકારની ફરિયાદોમાં સૌથી વધારે ૩૧થી ૫૦ વર્ષની વયજૂથની મહિલાઓનો સમાવેશ થાય છે. જયારે સામાન્ય માહિતી કે કાનૂની સલાહ-માર્ગદર્શન મેળવવા માટે ૧ લાખથી વધુ કોલ આવ્યા હતા. તો બીજી તરફ પજવણી અને માનસિક-શારીરિક ત્રાસના ૨ લાખથી વધુ કોલ નોંધાયા છે. આ તમામ કેસોમાં ૧.૩૦ લાખથી વધુ કિસ્સામાં કાઉન્સિલિગ કર્યું હોવા છતાં સામેનો પક્ષ કે સાસરિયાઓ સમજવા તૈયાર ન થતા, છેવટે મહિલાના હિતમાં સત્તાવાર પોલીસ ફરિયાદ કરાઈ છે.. ગુજરાતની ૨.૭૫ લાખથી વધુ મહિલાઓએ પોતાના મોબાઇલમાં અભયમ ૧૮૧' ની સત્તાવાર એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખી છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
