News of Monday, 8th June 2026
ધોળકામાં બનેલી હત્યાનો ભેદ ઉકેલાયો :માત્ર 300 રૂપિયાની તકરારમાં મિત્રએ જ હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો
બિહારથી બંને ટ્રેનમાં જનરલ ટિકિટ લઈને રિઝર્વેશન કોચમાં બેઠા ત્યારે ટીટી દ્વારા બન્ને પાસેથી દંડના 300 રુપિયા વસુલતા આ બાબતે વિવાદ શરૂ થયો હતો:સામાન્ય ઝઘડો ઉગ્ર બનતા આરોપી રોશન શાહે છરીના ઘા મારી રાજલાલ હાસદાની હત્યા કરી

અમદાવાદ ગ્રામ્યના ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી હત્યાની ગૂંચવણભરી ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. દરબાર ઝીન વિસ્તારમાં એક રુમમા યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમા મૃતકનો મિત્ર જ હત્યારો હોવાનું સામે આવ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પોલીસને ઘટનાની જાણ કરનાર વ્યક્તિ જ હત્યારો નીકળ્યો છે. જેની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.
7 જૂનના રોજ ધોળકાના દરબાર જીન વિસ્તારમાં રાજલાલ હાસદા નામન૨ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.. ધોળકા ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. રાજલાલ હાસદા મૂળ બિહારનો રહેવાસી હતો. અને હત્યા ના દિવસે જ સવારે બિહાર થી અમદાવાદ આવ્યો હોવાનો ખુલાસો થયો છે.. હત્યારા ની તપાસ માટે પોલીસે કુલ 6 ટીમો બનાવી હતી. અને 20થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી પોલીસને જાણવા મળ્યું કે મૃતક રાજલાલ હાસદા અને આરોપી રોશન શાહ 4 જૂને સાથે અમદાવાદ આવવા નિકળ્યા હતા. જેથી પોલીસે તેની વધુ તપાસ શરૂ કરતા હત્યા નો ભેદ ઉકેલાયો.. અને રોશન શાહ ની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.
હત્યા ની તપાસ કરતા પોલીસ સામે હકિકત આવી કે બિહારથી બંને ટ્રેનમાં મુસાફરી દરમિયાન જનરલ ટિકિટ લઈને રિઝર્વેશન કોચમાં બેસી ગયા હતા. ત્યારે ટીટી દ્વારા બન્ને પાસેથી દંડ વસૂલ્યો હતો. જે દંડના 300 રુપિયા ની બાબતે બન્ને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. બાદમાં સામાન્ય ઝઘડો ઉગ્ર બનતા આરોપી રોશન શાહે છરીના ઘા મારી રાજલાલ હાસદાની હત્યા કરી હતી. હત્યા બાદ પોલીસને જાણ કરી હતી કે જ્યારે તે રૂમ પર આવ્યો ત્યારે રાજલાલ ની હત્યા થઈ ગઈ હતી. અને પોતે નિર્દોષ હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ધોળકા ટાઉન પોલીસે સઘન તપાસ કરીને આખા કેસનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે.
હત્યાના ગુનામા પોલીસે આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ પોલીસે એ દિશા મા તપાસ શરૂ કરી છે કે, હત્યા માટે માત્ર 300 રૂપિયા ની તકરાર જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમા સુ ખુલાસા થાય છે. તે જોવુ મહત્ત્વનું છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
