News of Monday, 8th June 2026
વલસાડમાં સમી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નેશનલ હાઈવે 48 સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો
ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ અચાનક વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ તૂટી પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ

વલસાડ જિલ્લાના વાતાવરણમાં સમી સાંજે અચાનક પલટો આવ્યો છે અને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વલસાડના નેશનલ હાઇવે નંબર 48, પારનેરા અને અતુલ સહિતના આજુબાજુના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ અચાનક વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ તૂટી પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોએ ગરમીમાંથી મોટી રાહત મેળવી છે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
