તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Tuesday, 9th June 2026
બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા અને કાંકરેજ સહિતના વિસ્તારોમાં આકાશ ઘેરાયું
ખેતરોમાં બાજરી અને મગફળીનો પાક તૈયાર હાલતમાં પડ્યો હોવાથી સંભવિત વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ;વરસાદની આશંકાને પગલે ખેડૂતોમાં ફફડાટ

બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જતાં વરસાદી માહોલ સર્જાયો છે. ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા અને કાંકરેજ સહિતના વિસ્તારોમાં આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતાં ખેડૂતોની ચિંતા વધી છે. હાલમાં ખેતરોમાં બાજરી અને મગફળીનો પાક તૈયાર હાલતમાં પડ્યો હોવાથી સંભવિત વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદની આશંકાને પગલે ખેડૂતોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ સર્જાતાં ખેડૂતો ચિંતિત બન્યા છે
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
