<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુદ્ઢ રહે એ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મેયર.પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

પ્રિ-મોન્સૂન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી ચોમાસા દરમ્યાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ સ્તરે આગોતરા આયોજન અને ત્વરિત કામગીરી કરવા જરૂરી સૂચનો આપ્યા

અમદાવાદ : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આગામી ચોમાસાની ઋતુમાં અમદાવાદ શહેરમાં પાણીના નિકાલની વ્યવસ્થા સુદૃઢ રહે તે હેતુથી આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી, પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે પ્રિ-મોન્સૂન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી ચોમાસા દરમ્યાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ સ્તરે આગોતરા આયોજન અને ત્વરિત કામગીરી કરવા જરૂરી સૂચનો આપ્યા હતાં.

(9:28 PM IST)