News of Wednesday, 10th June 2026
બાવળા-બગોદરા હાઈવે પર કેરાળા નજીક ગેરકાયદે માટીના પરિવહનનો પર્દાફાશ : માટી ભરેલા 4 ડમ્પર ખાણ અને ખનીજ વિભાગે ઝડપી પાડ્યા
રોયલ્ટી અને જરૂરી દસ્તાવેજોની તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવતા ડમ્પરો સીઝ કરાયા

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ખાણ- ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. બાવળા-બગોદરા હાઈવે પર કેરાળા નજીક ગેરકાયદે માટીનું પરિવહન થતું હોવાનું સામે આવતા કાર્યવાહી કરાઈ છે. માટી ભરેલા 4 ડમ્પર ખાણ અને ખનીજ વિભાગે ઝડપી પાડ્યા છે. રોયલ્ટી અને જરૂરી દસ્તાવેજોની તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવતા ડમ્પરો સીઝ કરાયા છે. ખાણ અને ખનીજ વિભાગે તમામ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહીને પગલે ગેરકાયદેસર ખનન અને પરિવહન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
