<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

આણંદમાં ACBની વધુ એક સફળ ટ્રેપ :મહિલા પોલીસ સ્ટેશનના ASI અને મહિલા હેડ પોલીસ કોન્સ્ટેબલ 1.10 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા ના લેવા માટે લાંચ માંગ્યાનો આક્ષેપ:પરિવારને હેરાન ના કરવા બદલ પણ લાંચની માંગણી કરાઈ હતી.

આણંદમાં ACBની વધુ એક સફળ ટ્રેપ થઈ છે. મહિલા પોલીસ સ્ટેશનની ASI ગીતા દોઠા લાંચ લેતા ઝડપાઈ છે. મહિલા હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન ગરાસીયા પણ ઝડપાઈ છે. રૂ. 1.10 લાખની લાંચ લેતા રંગે હાથ પકડાયા હતા  ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા ના લેવા માટે લાંચ માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પરિવારને હેરાન ના કરવા બદલ પણ લાંચની માંગણી કરાઈ હતી.

  આણંદ રેલવે ગોદી વિસ્તારમાં ACBએ છટકું ગોઠવ્યું હતું. બંને મહિલા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ACBની ટીમે સફળ ઓપરેશન ગોઠવ્યું હતું  છેલ્લા 24 કલાકમાં આણંદ જિલ્લામાં ACBની બીજી ટ્રેપ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરાઈ છે.  લાંચ કાંડથી મહિલા પોલીસ સ્ટેશન ચર્ચામાં આવ્યું છે.

(8:55 PM IST)