<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

અમદાવાદમાં 9 વર્ષના બાળક પર રોટવીલર પ્રજાતિના પાલતુ શ્વાનનો હુમલો: માલિક સામે ગુનો દાખલ થયો

હુમલામાં શ્વાને બાળકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી :બાળકના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે શ્વાન માલિકની બેદરકારી સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 9 વર્ષના નિર્દોષ બાળક પર રોટવીલર પ્રજાતિના એક પાલતુ શ્વાને હિંસક હુમલો કર્યો છે. આ હુમલામાં શ્વાને બાળકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી છે. ઘટના અંગે બાળકના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે શ્વાન માલિકની બેદરકારી સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હુમલાની આ ઘટના બાદ માલિકે શ્વાનને પોતાના ફાર્મ હાઉસ પર ખસેડ્યું છે, બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સીએનસીડી (CNCD) વિભાગની ટીમે પણ આ મામલે શ્વાનના લાયસન્સ રજિસ્ટ્રેશન અને વેક્સીનેશન અંગે તપાસ શરૂ કરી છે.

(12:26 AM IST)