<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાના આગમન પહેલાનો વરસાદ શરૂ થઈ શકે: અંબાલાલ પટેલની આગાહી

એક પછી એક સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચોમાસા પર વિપરીત અસર પડી શકે જોકે, આ સિસ્ટમના કારણે ગરમીમાં સામાન્ય ઘટાડો થશે પણ બફારો વધશે.

અમદાવાદ :હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અને વરસાદને લઈને એક નવું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, હાલમાં એક પછી એક સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચોમાસા પર વિપરીત અસર પડી શકે છે. જોકે, આ સિસ્ટમના કારણે ગરમીમાં સામાન્ય ઘટાડો થશે પણ બફારો વધશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાના આગમન પહેલાનો વરસાદ શરૂ થઈ શકે છે અને ખાસ કરીને 18 થી 28 જૂન વચ્ચે રાજ્યમાં સારો એવો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર ભારત અને ઉત્તર-પૂર્વ ભારતમાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. આ વાતાવરણીય પલટાની અસર ગુજરાત પર પણ જોવા મળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌથી મોટી વિપરીત અસર ચોમાસાની સિસ્ટમ પર કરશે, જેનાથી વરસાદની પેટર્ન બદલાઈ શકે છે. આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો તો ગગડશે, પરંતુ ભેજના કારણે અસહ્ય બફારો અને ઉકળાટ વધશે, જેથી લોકોને ગરમીથી ખાસ રાહત નહીં મળે.

(12:55 AM IST)