તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
મહેસાણા જિલ્લામાં કૃષિ વિભાગનું વિશેષ ચેકીંગ :અંદાજે 33 લાખનો શંકાસ્પદ બિયારણ અને ખાતરનો જથ્થો જપ્ત
કુલ 64 નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા :જિલ્લામાં 19 ઉત્પાદકો અને 89 વિક્રેતાઓના સ્થળોએ ચેકિંગ

મહેસાણા જિલ્લામાં કૃષિ વિભાગ દ્વારા હાથ ધરાયેલી વિશેષ તપાસ દરમિયાન અંદાજે 33 લાખ રૂપિયાનો શંકાસ્પદ બિયારણ અને ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન શંકાસ્પદ બિયારણ અને ખાતરના કુલ 64 નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
જિલ્લામાં 19 ઉત્પાદકો અને 89 વિક્રેતાઓના સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સ્ટોક જાળવણી અને રજિસ્ટ્રેશન સંબંધિત બેદરકારી સામે આવતા 8 વિક્રેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે.
ઉપરાંત ગેરકાયદે યુરિયાના ઉપયોગ અંગે મહેસાણા, કડી અને વિજાપુર વિસ્તારમાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
