<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

સુરત મનપા કચેરીમા મીડિયાકર્મી સાથે ગેરવર્તન બદલ કમિશનરની આકરી કાર્યવાહી : ત્રણ માર્શલો સહીત પાંચ કર્મચારીઓની બદલી

નકલી ડિમોલિશન કાંડ મુદ્દે માહિતી મેળવવા આવેલી મીડિયા સાથે માર્શલોએ જીભાજોડ કરી હતી અને બાદમાં ધક્કામુક્કી પણ કરી હતી.

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં મીડિયાકર્મીઓ સાથે માર્શલો દ્વારા કરવામાં આવેલી ગુંડાગર્દીના મામલે પાલિકા કમિશનરે કડક કાર્યવાહી કરી છે. કમિશનરના આદેશ બાદ ત્રણ માર્શલ સહિત પાંચ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. મુખ્ય કચેરીમાં ફરજ બજાવતા ત્રણ માર્શલોને જુદા જુદા ઝોનમાં ખસેડવામાં આવ્યા છે. ગત રોજ નકલી ડિમોલિશન કાંડ મુદ્દે માહિતી મેળવવા આવેલી મીડિયા સાથે માર્શલોએ જીભાજોડ કરી હતી અને બાદમાં ધક્કામુક્કી પણ કરી હતી. ઘટનાને લઈને ભારે વિવાદ સર્જાતા પાલિકા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે

(1:17 PM IST)