તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
‘ચાલો ગાંધીનગર': સોમવારે ખેડુતોના ગાંધીનગરમાં ધામા
કિસાન સંઘર્ષ સમિતિનો કોલઃ ક્ષતીવાળી જમીન માપણી રદ કરવા, ખેડુતોના દેવા માફ કરવા, ખેતી માટે મફત વીજળી આપવા સહિત પાંચ મુદ્દે માંગણી દોહરાવાશેઃ પત્રકાર પરિષદમાં જીજ્ઞેશ મેવાણી, પાલભાઇ આંબલીયા અને રાજદીપસિંહ જાડેજાનું ઉદબોધન

રાજકોટ તા.૧૨: ગુજરાત ખેડૂતોની હાલત દયનિય થઈ ગઈ છે કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે ગુજરાતનો ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે એકબાજુ ભાજપ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાના દિવાસ્વપ્નની સામે ખેડૂતો આવક અડધી થઈ ગઈ છે. ઉપરથી રાક્ષસી વીજ કંપનીઓ ખેડૂતોની છાતી સમાન ખેતરમાંથી વીજ લાઈનો પસાર કરી રહી છે ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણીના કારણે ખેડૂતો હેરાન પરેશાન છે ત્યારે કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાત અને ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ મુદાઓને લઈને ૧૫ જુનના રોજ ચાલો ગાંધીનગરનો કોલ આપવામાં આવ્યો હોવાનું પત્રકાર પરિષદ સંબોધતા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, પાલભાઇ આંબલીયા અને રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું.
તેઓએ જણાવેલ કે, ગુજરાતમાં વીજ કંપનીઓના ફાયદાઓ માટે ૧૮૮૫ ના ટેલિગ્રાફ એક્ટ, ૨૦૦૩ ના ઇલેક્ટ્રિસિટી એક્ટ અને ૨૦૧૩ ના જમીન સંપાદન કાયદા પર બુલ ડોઝર ફેરવી ખાનગી વીજ કંપનીઓના ફાયદાઓ માટે રાજ્ય સરકારે કાયદાઓથી ઉપરવટ જઈને ૨૦૧૭, ૨૦૨૧, ૨૦૨૩, ૨૦૨૪ ના પરિપત્ર કર્યા છે જેમાં ખેડૂતોને જંત્રી ભાવે થતી કુલ રકમના માત્ર ૨૫% રકમ આપવાના પરિપત્ર કરવામાં આવ્યા છે જ્યારે કાયદામાં ‘‘ઓછામાં ઓછું નુકસાન અને વધારેમાં વધારે વળતર'' ની જોગવાઈ છે નુકસાનની વ્યાખ્યામાં જમીનની ઘટતી કિંમત, પાક નુકશાન, ભવિષ્યના જોખમને પણ ધ્યાનમાં લેવાની જોગવાઈ છે જે પરિપત્રમાં કયાંય ઉલ્લેખ નથી.
૨૦૨૫ ની કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ ખેડૂતોને પોતાની જમીનની કિંમત નક્કી કરવાં માટે વેલ્યુઅર કમિટી નિમવાની સત્તા આપવામાં આવી છે તેને પણ રાજ્ય સરકાર કયાંય ધ્યાનમાં લેતી નથી.
ગુજરાતમાં અત્યારે કલેકટરશ્રીઓ ન્યાયાધીશ તરીકે ખેડૂતોને ને કંપનીઓને સાંભળવાની પ્રક્રિયા કરે છે તે માત્ર નાટક સમાન બની રહયા છે ખેડૂતો જ્યારે કલેક્ટર દ્વારા કંપની પાસેથી બી લાઈન મેપ, જાહેરનામા ની નકલ વગેરે અલગ અલગ ૨૦ - ૨૨ કાગળ અપાવવા દાદ માંગે છે ત્યારે ફરિયાદી કંપની ખેડૂતોને આ જરૂરી દસ્તાવેજ અપાવવાને બદલે ખેડૂતોને પૂરતો મોકો આપ્યા વગર જ સીધા હુકમ કરે છે
કલેક્ટર દ્વારા થયેલા હુકમના આધારે DSP પોલીસ પ્રોટેક્શન ફાળવે છે અને ખેડૂતો સાથે અમાનુષી અત્યાચાર કરવામાં આવે છે. જ્યાં જ્યાં કલેક્ટર હુકમ કરે છે ત્યારે ૨૦૦ kv લાઈનમાં ૨૬ મીટર, ૪૦૦ kv લાઈનમાં ૪૬ મીટર અને ૭૬૫kv લાઈનમાં ૬૭ મીટર કોરિડોર નક્કી કરવામાં આવે છે અને કંપનીને આ નક્કી થયેલા કોરિડોરમાં જ કામ કરવાની છૂટ મળે છે અને એટલી જગ્યા માટે જ પોલીસ પ્રોટેક્શન મળે છે એની જગ્યાએ ખેડૂતોના આખા ખેતરમાં જવા માટે પોલીસ રોકે છે. જે ખેડૂતોના ખેતરમાં હુકમ છે એની આસપાસના બીજા ૧૦ ખેડૂતોના ખેતરમાં પણ પોલીસ જવા દેતી નથી આ ઉપરાંત અત્યાર સુધીમાં ગુજરાતમાં પોલીસ પ્રોટેક્શન લઈને કામ કરવામાં આવ્યું છે તે દરેક જગ્યાએ કાયદાઓનો ભંગ થયો છે. નક્કી થયેલા કોરિડોર બહાર પોલીસ પ્રોટેક્શન મળ્યું છે જે ખેતરમાં હુકમ ન હોય નોટિસ ન હોય એવા ખેતરમાં પણ કંપનીઓએ પોલીસને સાથે રાખીને થાંભલાઓ ઉભા કર્યા છે.
આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી ગુજરાત કિસાન કોંગ્રેસ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ના સયુંકત ઉપક્રમે ગુજરાતના ખેડૂતોને આહવાન કરવામાં આવી છે કે ખેડૂતોની પાંચ માંગણીઓ ઉઠાવવામાં આવી છે.
જેમાં ૧) જમીન માપણી અને કાપણી જેમાં ખોટી અને ભૂલ ભરેલી સંપૂર્ણપણે રદ્દ કરો અને જમીન સંપાદનના કાયદામાં ખેડૂતોને માર્કેટ ભાવનાં ચાર ગણું વળતર આપો એવી જ રીતે વીજ લાઈનોના પ્રશ્નોમાં દરેક વિજપોલ(થાંભલો) દીઠ ૨ કરોડ રૂપિયા અથવા માસિક ૩૦ હજાર ભાડું અથવા માર્કેટ ભાવના ચર ગણું વળતર આપો, ૨) સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે માટે ખેડૂતોનું દેવું પણ સરકાર જ માફ કરે, ૩) દૂધ - ખેત પેદાશના પોષણક્ષમ ભાવ આપવામાં આવે અને ૪) પશુઓ માટે ખાણ દાણ હોય કે ખેત પેદાશ માટે વપરાતા દવા ખાતર બિયારણ હોય એના ભાવ સતત વધી રહયા છે અને તેની સામે નકલી ખાતર અને બિયારણનો ભોગ ખેડૂત બની રહયા છે જરૂર હોય ત્યારે ખાતર ન મળવું નેનો ખાતરની બોટલ ખેડૂતોને ફરજીયાત આપવી, ૫) ખેતી માટે મફત વીજળી આપવા સહિતની માંગણીઓ ઉઠાવાશે.
વીજ લાઈનોના પ્રશ્ને સરકારને અમે ખેડૂતો ત્રણ વિકલ્પ આપશે. ૧) ૨૦૧૩ ના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવનું ચાર ગણું વળતર આપતો કાયદો બનાવો ૨૦૨૫ માં આ કાયદો રાજસ્થાન સરકારે બનાવી દીધો છે અથવા ૨) એક થાંભલાનું માસિક ૫૦ હજાર ભાડું આપતો કાયદો બનાવો અથવા ૩) ખેડૂતોને એક થાંભલા દીઠ ૨ કરોડ રૂપિયા આપો.
તસ્વીરમાં પત્રકાર પરિષદ સંબોધતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પાલભાઈ આંબલિયા અને રાજદીપસિંહ જાડેજા નજરે પડે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
