News of Saturday, 13th June 2026
ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે બેઠક યોજાઈ
ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ મહત્વપૂર્ણ સંવાદ યોજાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૩: વોશિંગ્ટન ડી.સી. સ્થિત યુ.એસ.ઇન્ડિયા બિઝનેશ કાઉન્સિલ દ્વારા ઈફકો ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ભારત અમેરિકા વચ્ચે કૃષિ સહકાર ક્ષેત્રે વિકાસ બાબતે વિચારણાઓ કરવામાં આવી હતી. કૃષિ સહકારને વધુ મજબુત બનાવવાની ઉચિત કદમ ઉઠાવવાની દિશામાં પહેલ કરવામાં આવી છે. દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ આવેલા પ્રતિનિધિ મંડળનું યજમાન પદ સ્વીકારવામાં આવ્યું હતું જે આ બેઠકના મહત્વ અને પ્રભાવને સ્પષ્ટ રીતે દર્શાવે છે. બેઠક પૂર્ણ થયા બાદ યુએસઆઈબીસી એ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા મંચ પર આ સંવાદને ભારત અમેરિકા સાથે મળી કૃષિ સહકારને મજબુત બનાવવા માટે પ્રતિબ્ધ્ધતા વ્યક્ત કરી હતી.
યુએસઆઈબીસી પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ થયેલા વિચારવિમર્શે કૃષિ ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચેના સહકારને નવી ગતિ આપવા,સામૂહિક પડકારોના ઉકેલ શોધવા તથા ઉભરતી તકો પર અર્થપૂર્ણ ચર્ચા માટે માર્ગમોકળો કર્યો છે. પરિષદે ખાસ કરીને નવીનતા આધારિત કૃષિ નીતિઓ, ટકાઉ કૃષિ વિકાસ, ખાદ્ય સુરક્ષા અને ખેડૂતોની સમળદ્ધિ માટે બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂકયો હતો અત્રે નોંધનીય છે કે અમેરિકાની પ્રતિષ્ઠિત ઉદ્યોગ અને વેપાર સંસ્થા યુએસઆઈબીસી દ્વારા આ બેઠકને જાહેર રીતે વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જે ભારતીય સહકારી આંદોલનની વધતી વૈશ્વિક સ્વીકાર્યતા, ઇફકોની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા તેમજ દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ ભારતીય ખેડૂતોના હિતોને વૈશ્વિક મંચો પર અસરકારક રીતે રજૂ કરવાની ક્ષમતાનું પ્રમાણ છે.
બેઠક દરમિયાન કૃષિ ઉત્પાદકતા વધારવા, અદ્યતન કૃષિ ટેકનોલોજીના ઉપયોગ, જમીનના આરોગ્યમાં સુધારો, ખેડૂતોને ટેકનિકલ સહાય પૂરી પાડવા, નવીનતા આધારિત કૃષિ ઉકેલો વિકસાવવા તેમજ ખાદ્ય અને પોષણ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તળત ચર્ચા કરવામાં આવી. બંને દેશોના કૃષિ નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓએ સહમતી વ્યક્ત કરી કે ભારત અને અમેરિકા વચ્ચે વધતો સહકાર કૃષિ ક્ષેત્રમાં નવી તકોના દ્વાર ખોલશે અને ખેડૂતોને લાંબા ગાળાનો લાભ પહોંચાડશે. દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ યોજાયેલ આ સંવાદ ભારત-અમેરિકા કૃષિ ભાગીદારીને નવી દિશા આપવા, સહકારિતા આધારિત કૃષિ વિકાસને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવા તથા ખેડૂતોની આવક, ઉત્પાદકતા અને કૃષિ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
