<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

અરવલ્લીના ધનસુરાના બુટાલમાં દુકાનમાં આગ લાગી: પ્રેમલગ્નની અદાવતમાં દુકાન સળગાવી દેવાયાનો આક્ષેપ

યુવતીએ રાજીખુશીથી બંનેએ લગ્ન કર્યાનું નિવેદન કર્યા બાદ પણ અદાવત: દુકાનમાં આગ લાગતા મોડાસા ફાયરને જાણ કરાતા આગ બુઝાવાઈ

અરવલ્લીના ધનસુરાના બુટાલમાં દુકાનમાં આગ લાગી છે. પ્રેમલગ્નની અદાવતમાં દુકાન સળગાવી દેવાયાનો આક્ષેપ કરાયો છે. એક જ સમાજના યુવક-યુવતી ભાગીને લગ્ન કર્યા હતા. યુવતીએ રાજીખુશીથી બંનેએ લગ્ન કર્યાનું નિવેદન કર્યા બાદ પણ અદાવત રાખી હોવાનો આક્ષેપ કરાયો છે .દુકાનમાં આગ લાગતા મોડાસા ફાયરને જાણ કરાતા આગ બુઝાવાઈ હતી  ધનસુરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. માલસામાન સહિત દુકાન આગમાં બળીને ખાખ થઈ ગઈ છે.

(6:29 PM IST)