<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

સાવલી તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખના આપઘાત મામલે મૃતકના પિતાની ડેસરના PI અને જમાદાર સામે લેખિત અરજી

DySP એ તપાસ કરીને ગુનો દાખલ કરવા ખાતરી આપી : અરજી નોંધાતા ધનતેજ ગામેથી પ્રમુખની અંતિમ યાત્રા નીકળી:મૃતક ભાજપ પ્રમુખ પ્રફુલસિંહ સોલંકીને ન્યાય મળે તેવી પરિવારજનોની માગ

વડોદરા: સાવલી તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખના આપઘાત મામલે મૃતકના પિતાએ ડેસરના PI અને જમાદાર સામે લેખિત અરજી કરી છે. PI  કેસી પટેલ અને જમાદાર કિરણ સિંહ અને કલ્પેશભાઈ સામે અરજી કરાઈ છે. DySP એ તપાસ કરીને ગુનો દાખલ કરવા ખાતરી આપી છે. અરજી નોંધાતા ધનતેજ ગામેથી પ્રમુખની અંતિમ યાત્રા નીકળી હતી. જેમા મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાજપના કાર્યકરો જોડાયા હતા. મૃતક ભાજપ પ્રમુખ પ્રફુલસિંહ સોલંકીને ન્યાય મળે તેવી પરિવારજનોની માગ છે.

(6:40 PM IST)