News of Monday, 15th June 2026
પતિ સંબંધ બાંધવામાં અસક્ષમ છતાં સંતાન માટે દબાણઃ પત્નીની ફરિયાદ
પતિએ પોતાની નબળાઇથી બચવા માટે પત્નીને વાઇબ્રેટર મગાવી આપતા પરિણીતા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ ગઇ

અમદાવાદ તા.૧૫: શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાં સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ લગ્ન કર્યા તેના ત્રીજા જ દિવસે પતિ શારિરીક સંબંધ બાંધી શકવામાં અસક્ષમ હોવાની જાણ થતાં તેના પગ નીચેથી ધરતી ખસી ગઇ હતી. આટલું જ નહિ પતિએ પોતાની નબળાઇથી બચવા માટે પત્નીને વાઇબ્રેટર મગાવી આપતા પરિણીતા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ ગઇ હતી. સાસરિયાં દહેજ અને સંતાન પ્રાપ્તિ માટે અવાર નવાર ત્રાસ આપતા હતા. સસરાએ પરિણીતાને કાઢી મૂક્યા બાદ પરત ન લઇ જતા મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ ઉત્તરપ્રદેશની ૨૭ વર્ષીય યુવતી એસજી હાઇવે પરની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. વર્ષ ૨૦૨૫માં તેણે ખોખરાના યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ માસ બાદથી સાસરિયાઓએ બોલાચાલી ઝઘડો કરીને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.
યુવતીના સસરા અને નણંદ તારે પ્રાઇવસી જોઇએ તો દહેજમાં ફલેટ લઇ આવ તેમ કહીને ત્રાસ આપતા હતા. યુવતીએ લગ્ન કર્યા તેના ત્રીજા જ દિવસે પતિને શારિરીક ખામી હોવાની જાણ થઇ હતી. પતિ શારિરીક સંબંધ ન રાખી શક્તો હોવાથી તેણે પત્ની માટે વાઇબ્રેટર મશીન પણ મગાવ્યું હતું. આ બધું જોઇને પરિણીતા હેબતાઇ ગઇ હતી અને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાઇ ગઇ હતી. બીજી બાજુ પરિણીતાની સાસુ સંતાન પ્રાપ્તિ માટે દબાણ કરતી હોવાથી પરિણીતાએ તેના પતિ સંબંધ ન બાંધી શક્તા હોવાની બીમારી વિશે જાણ કરી હતી. ત્યારે પરિણીતાની સાસુએ પોતાના પુત્રનો બચાવ કરીને પરિણીતાને જ શારિરીક સમસ્યા હોવાનું કહીને ત્રાસ આપ્યો હતો. એક દિવસ પરિણીતાના ઘરે તેનો વિદ્યાર્થી કંકોત્રી આપવા આવ્યો ત્યારે પણ સાસરિયાઓએ ચારિત્ર્ય પર શંકા રાખીને બોલાચાલી કરી હતી. આટલું જ નહિ સસરાએ કાઢી મૂકતા પરિણીતાને તેનો પતિ પિયરમાં મૂકી ગયો હતો. આજાદિન સુધી પતિ કે સાસરિયાઓ તેને પરત ન લઇ જતા આખરે યુવતીએ આ મામલે સાસરિયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
