<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

આજે વિશ્વ વયોવૃદ્ધ દુર્વ્‍યવહાર જાગૃતિ દિવસ રાજ્‍યમાં ૪ વર્ષમાં ગુનામાં ૪૪%નો વધારો

વૃદ્ધોની સુરક્ષા સામે પડકારઃ ચોરી, લૂંટ, છેતરપિંડીના બનાવોમાં પણ વધારો

અમદાવાદ,તા.૧૫: તા.૧૫ રોજ સમગ્ર વિશ્વમાં વયોવૃદ્ધ દુર્વ્‍યવહાર જાગૃતિ દિવસ ઉજવાય છે. વૃદ્ધો પર થતા શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક દુર્વ્‍યવહાર અંગે જાગૃતિ માટે આ દિવસ મહત્‍વનો છે. ગુજરાતમાં વૃદ્ધોની વધતી જતી વસ્‍તી સાથે તેમની સુરક્ષા, સન્‍માન અને કલ્‍યાણનો પ્રશ્ન પણ વધુ ગંભીર બન્‍યો છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ ૨૦૨૦-૨૧માં વૃદ્ધો સામેના ગુનાઓના ૪૨૦ કેસ હતા, જે ૨૦૨૨-૨૩માં વધીને ૬૦૪ થયા હતા. એટલે કે ચાર વર્ષમાં લગભગ ૪૪ ્રુ જેટલો વધારો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન વૃદ્ધો સામે ચોરી, લૂંટ, છેતરપિડી અને ધમકીના બનાવોમાં પણ વધારો જોવા મળ્‍યો હતો. વૃદ્ધોની સંખ્‍યા સતત વધી રહી છે, પરંતુ તેમની સામેના પડકારો પણ એટલા જ ઝડપથી વધી રહ્યા દુનિયાથી છે. આરોગ્‍યથી લઈને આર્થિક સુરક્ષા અને સામાજિક એકલતા સુધી અનેક સમસ્‍યાઓ વૃદ્ધોના જીવનને અસર કરી રહી છે. એકલતા અને સામાજિક અલગાવ, આરોગ્‍ય સંબંધિત સમસ્‍યાઓ, આર્થિક અસુરક્ષા, વૃદ્ધ દુર્વ્‍યવહાર અને ઉપેક્ષા, ડિજિટલ દુનિયાથી દૂરાવ, સાઇબર અને આર્થિક છેતરપિડી, માનસિક સ્‍વાસ્‍થ્‍યની સમસ્‍યાઓ, હલનચલન અને અવરજવરની મુશ્‍કેલી, પરિવારનો ઘટતો સહારો, સન્‍માન અને નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારીનો અભાવ સહિતના વિવિધ પડકારોનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં સિનિયર સિટીઝન પર સાયબર ઠગોનો વધતો ખતરો વધ્‍યો છે. ડિજિટલ એરેસ્‍ટ, રોકાણ અને KYC કૌભાંડમાં વૃદ્ધોને સૌથી વધુ નિશાન બનાવાય છે.

 શા માટે વૃદ્ધો સાઇબર ક્રાઈમમાં સરળ નિશાન બને છે?

* અજાણ્‍યા કોલ પર વધુ વિશ્વાસ મૂકે છે

* ડિજિટલ ટેક્રોલોજી અંગે મર્યાદિત સમજ ધરાવે છે

* એકલા રહેતા હોવાથી ઠગોના માનસિક દબાણમાં ઝડપથી આવી જાય છે

* જીવનભરની બચત બેંકમાં રાખતા હોવાથી મોટા નુકસાનનો ભોગ બને છે

નિષ્‍ણાતોની સલાહ

* અજાણ્‍યા વ્‍યક્‍તિને OTP કે બેંક વિગતો ન આપવી

* કોઈ સરકારી એજન્‍સી વીડિયોકોલ પર ડિજિટલ એરેસ્‍ટ કરતી નથી

* શંકાસ્‍પદ ટ્રાન્‍ઝેક્‍શન થાય તો તરત ૧૯૩૦ પર ફોન કરવો.

* ફરિયાદ માટે નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલનો ઉપયોગ કરવો. 

(10:16 AM IST)