News of Monday, 15th June 2026
સીમલજ ગામે દરોડામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયા બાદ ડાકોર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ
દારૂના નેટવર્ક અંગે અજાણ રહેવા અને ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ રાજ્યના પોલીસ વડાએ આ કડક આદેશ આપ્યો

ગુજરાતના DGP જી.એસ. મલિકે ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિક શર્મા અને બીટ જમાદાર કિશોરસિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. ગત 17 સપ્ટેમ્બરે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સીમલજ ગામે પાડેલા દરોડામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયા બાદ, સ્થાનિક પોલીસ બાતમી મેળવવામાં નિષ્ફળ રહેતા આ શિસ્તભંગના પગલાં લેવાયા છે. પોતાના વિસ્તારમાં ચાલતા દારૂના નેટવર્ક અંગે અજાણ રહેવા અને ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ રાજ્યના પોલીસ વડાએ આ કડક આદેશ આપ્યો છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
