<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

સુરતના સિટી લાઇટ વિસ્તારમાં ફર્નિચર સાઇટ પર બિલ્ડિંગ પરથી નીચે પટકાતા કોન્ટ્રાકટર તરીકે કામ કરતા યુવકનું મોત

પરિવારજનોએ ગંભીર આક્ષેપ છે કે કોઈ વ્યક્તિએ યુવકને ધક્કો માર્યો હોવાની આશંકા:પરિવારનો દાવો છે કે યુવકને નાણાંની લેતી-દેતીના મામલે સતત ત્રાસ આપવામાં આવતો

સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી એક ફર્નિચર સાઇટ પર બિલ્ડિંગ પરથી નીચે પટકાતા કોન્ટ્રાકટર તરીકે કામ કરતા યુવકનું મોત નીપજ્યું છે. ઘટનાને લઈને પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે કોઈ વ્યક્તિએ યુવકને ધક્કો માર્યો હોવાની આશંકા છે. પરિવારનો દાવો છે કે યુવકને નાણાંની લેતી-દેતીના મામલે સતત ત્રાસ આપવામાં આવતો હતો. ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અકસ્માત, આત્મહત્યા કે હત્યા સહિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.

(12:42 PM IST)