News of Monday, 15th June 2026
શાળા પ્રવેશોત્સવ તા.ર૩ થી રપ જુનઃ ઉચ્ચ અધિકારીઓને વંદેભારત ટ્રેનમાં જવા આદેશ
કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો તેની માહિતી સરકારને મોકલવાનું ફરજિયાત

રાજકોટ, તા. ૧પ : રાજય સરકાર દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સંયુકત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ તા. ૧૮ થી ર૦ યોજવાનું નકકી થયેલ તે તારીખમાં ફેરફાર થયો છે. હવે શાળા પ્રવેશોત્સવ તા. ર૩ થી રપ જુન ૩ દિવસ માટે યોજાશે. જેમાં ભાગ લેવા જતા ઉચ્ચ અધિકારીઓને જયાં વંદેભારત ટ્રેન સેવા ઉપલબ્ધ હોય ત્યાં તે ટ્રેનમાં જવા અને ટ્રેન ઉપલબ્ધ ન હોય ત્યાં જાહેર પરિવહન વ્યવસ્થા મુજબ જવા-આવવા સરકારે સૂચના આપી છે. બાળકોના નામાંકનની માહિતી સરકારને મોકલવાની રહેશે.
સરકારી પરિપત્રમાં જણાવાયું છે કે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્વ કાર્યક્રમ-ર૦ર૬માં સરકારના તમામ મહાનભુાવો અને વિભાગોના / ખાતાના વડાની કચેરીના ઉચ્ચ અધિકારીઓ (ગાંધીનગર સ્થિત આઇએએસ, ગાંધીનગર સ્થિત આઇપીએસ, ગાંધીનગર સ્થિત આઇએફએસ, તેમજ સચિવાલય સંવર્ગના વર્ગ-૧ ના અધિકારીઓ અને શિક્ષણ વિભાગ હેઠળના ખાતાના વડા) ને આમંત્રિત કરવાાં આવેલ.
સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાને લેતા રાજય સરકાર દ્વારા જરૂરી પગલાં લેવા માટેની સામાન્ય વહીવટ વિભાગની સુચના મુજબ શકય હોય ત્યાં સુધી ગાંધીનગર/ અમદાવાદથી જે જિલ્લાઓમાં વંદેભારત ટ્રેન ઉપલબ્ધ છે તે જિલ્લાઓમાં વંદેભારત ટ્રેનનો અને અન્ય જિલ્લાઓમાં જાહેર પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરવો. એક જ જિલ્લામાં જનાર સંબંધિત અધિકારીઓએ એકત્રિત રીતે Car pooling વ્યવસ્થાનો પણ ઉપયોગ કરી શકશે. Car pooling માટેની વ્યવસ્થા જે તે વિભાગ/કચેરીએ કરવાની રહેશે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
